સુરત: કામરેજ ચાર રસ્તાની પાણી ભરાવાની મુખ્ય સમસ્યા જે વર્ષો થી હતી, સુડા દ્વારા સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનનું દિવસ- રાત કામ ચાલી રહ્યું છે, બપ્પોરે ૧ વાગે સાઈટની મુલાકાત કરી તે દરમ્યાન ત્યાં લાઈન નું કામ કરતાં દરેક શ્રમિક પરિવાર સાથે વાત કરી કામ ઝડપી થાય તે માટે જરૂરી માર્ગદર્શન આપ્યું તથા દરેક શ્રમજીવી વર્ષો થી પરિવાર સાથે વિકાસના કામોમાં પોતાનું યોગદાન આપી રહ્યાં છે તેમના કામ ને બિરદાવતા શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા દ્વારા દરેક નું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું.
ત્યાર બાદ પોતાની લાગણી વ્યક્ત કરતાં શિક્ષણ મંત્રી એ જણાવ્યું કે આપણે જેણે વિકાસ કહી રહ્યાં છે જેની સવલત આપડે મેળવી રહ્યાં છે તે વિકાસ માત્ર ને માત્ર આવાં લાખો શ્રમિક પરિવાર રાત-દિવસ કામ કરતા હોય છે ત્યારે આપડે વિકાસ પ્રાપ્ત કરતાં હોઈએ છીએ તેથી સૌ વતી હું એમના કામ ને બિરદાવું છું
આજે મને ગર્વ છે મારા દેશના વિકાસ માટે માન.શ્રી નરેન્દ્રભાઇ મોદી મારા દેશ ને નવી દિશા તરફ લઈ જઈ રહ્યાં છે તે સાથે સાથે માન. શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ માનવ્યતા અભિગમ સાથે કામ કરી રહ્યાં છે ત્યારે બપ્પોર ના ૧ કલ્લાકે આ બહેનો, ભાઈઓ પરિવાર સાથે જ્યારે કાળા તડકાની અંદર વિકાસના કામોમાં પોતાનું યોગદાન આપી રહ્યાં ત્યારે એક મંત્રી તરીકેતો ખરોજ આ વિસ્તારના ધારાસભ્ય તરીકે પણ ખરો પણ ભારતીય જનતા પાર્ટીનાં એક કાર્યકર્તા તરીકે સંવેદના પૂર્વક દરેક શ્રમજીવી વર્ગ પ્રત્યે લાગણી વ્યક્ત કરું છુ.
આ સાઈટ પર કામ કરનાર દરેક શ્રમિક વર્ગનું આજે શાલ ઓઢાડીને સન્માન કર્યું તે બદલ હું શ્રી નરેન્દ્રભાઈ મોદી નાં સૈનિક તરીકે ગર્વ અનુભવું છું
અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સૈનિક છીએ, સરકારના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે પવિત્રતાથી પોતાનું જીવન જીવી રહ્યાં છે ત્યારે તેનો એક એક્કમ બને અને આજે હું અંત્યોદય સુંધી તમામ શ્રમિક વર્ગ નું સન્માન રહે, વિકાસનાં કામોમાં તેમનુ પણ યોગદાન છે ત્યારે તેમને બોલાવીને નહિ પરંતુ સ્થળ પર આવીને તેમનુ સન્માન કર્યું તે બદલ હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવી રહ્યો છું.