આજે મહારાજાની કૃષ્ણકુમારસિંહજીની 111મી જન્મજયંતિ નિમિત્તે સિહોર વડલા ચોક ખાતે યુવા યુગ પરિવર્તન અને સૌરાષ્ટ્ર કેસરી સંસ્થાન દ્વારા પુષ્પપાંજલી, સહી ઝુંબેશ અને સેલ્ફી વિથ મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા ત્રિવિદ કાર્યક્રમ યોજાયો હતો.
અખંડ ભારતના નિર્માણમાં સૌપ્રથમ પોતાનું રજવાડું ભારત માતાના ચરણોમાં ધરી દઈ એક આમ નાગરિક બની ગયા હતા. જેમના પ્રજાલક્ષી કાર્યો, ઉદારનીતિ, રાજનીતિજ્ઞ વિચારધારા ઇતિહાસના પાને સુવર્ણ અક્ષરે લાખયેલ છે.
ભાવનગર રાજવી મહારાજા કૃષ્ણકુમારસિંહજીને દેશનો સર્વોચ્ય પુરસ્કાર ભારત રત્ન મળે એ બાબતે સિહોરના યુવાન જીજ્ઞેશ કંડોલીયા છેલ્લા 3 વર્ષથી અવનવા અભિગમ સાથે પ્રયત્ન કરી રહ્યાં છે અને સરકાર સમક્ષ એક સકારાત્મક ન્યાયિક માંગ સાથે મિશન ભારત રત્ન ચલાવી રહયા છે.
આજે મહારાજાની કૃષ્ણકુમારસિંહજીની 111મી જન્મજયંતિ નિમિત્તે સિહોર વડલા ચોક ખાતે યુવા યુગ પરિવર્તન અને સૌરાષ્ટ્ર કેસરી સંસ્થાન દ્વારા સંયુક્ત રીતે મહારાજા કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમાને પુષ્પપાંજલી
સહી ઝુંબેશ અને સેલ્ફી વિથ મહારાજા કૃષ્ણકુમારસિંહજી જેવા ત્રિવિદ કાર્યક્રમમાં સિહોર વડલા ચોક ખાતે શહેરના પ્રજાજનો, રાજકીય, સામાજિક નાગરિકો ઉત્સાહ પૂર્વક હાજર રહ્યા હતા અને મહારાજા કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન મળે તેવી માંગ રજૂ કરી હતી.
રિપોર્ટ ધર્મેન્દ્રસિંહ સોલંકી વલ્લભીપુર