કપિલ પટેલ દ્વારા અરવલ્લી
ઈડર તાલુકાના પ્રગતિશીલ રાવોલ ગામે,સ્વામી વિવેકાનંદ ગુ.રા.યુવા વિકાસ બોર્ડ આયોજીત ઈડર તાલુકાનો Y-20 ગુજરાત સંવાદ કાર્યક્રમ યોજાયો હતો.ગુજરાત વિધાન સભાના પૂર્વ અધ્યક્ષ અને ઈડર-વડાલી તાલુકાના લોકપ્રિય,લાડીલા ધારાસભ્ય રમણલાલ વોરા,તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અશ્વિન પટેલ,જિલ્લા માહિતી કચેરીના અધિકારી તથા અન્ય મહેમાનોની અને વિશાળ સંખ્યામાં ગામના વડીલો,યુવકો,યુવતીઓની હાજરીમાં ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે રાવોલના પૂર્વ (સમરસ) સરપંચ,જિલ્લાના અગ્રણી શિક્ષણવિદ પ્રિ.નર્મદ ત્રિવેદીએ સ્વાગત પ્રવચન કરતાં,આયોજકોને બીરદાવી,સ્વામી વિવેકાનંદના જીવન પ્રસંગો વર્ણવી શ્રોતાઓને પ્રોત્સાહિત કરી,M.L.A.રમણલાલ વોરાએ રાવોલના વિકાસમાં આપેલ સહકાર ને બીરદાવી,તેમનું વિશેષ સન્માન પ્રિ.નર્મદભાઈ એ કર્યું હતું.
પ્રધાનમંત્રી અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી,મા.મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ,.યુવા બૉર્ડના રાજ્યમંત્રી હર્ષ સંઘવી .ની ઉત્તમ રાષ્ટ્રીય અને રાજકીય, પ્રજા કલ્યાણની યોજનાઓ,વર્ણવી,બીરદાવી હતી.પ્રાસંગિક બોલ પછી આભાર વિધિ,કાર્યક્રમ ઉમેરવું…
પુર્વ ડે.સરપંચ કલ્પેશભાઈ ઈશ્વર ભાઈ ઠાકોરે આ પ્રસંગે,કાર્યક્રમની સફળતા માટે કરેલ પ્રયાસ પ્રશંસનીય હતો. સંચાલક,રાવોલ પ્રા.શાળાના આચાર્ય ઈશ્વરભાઈ પટેલે કરી,રાષ્ટ્રગીત ગાન અને ભારત માતાની જય સાથે સમાપન થયું હતું