શુક્લતીર્થ ગામમાં નર્મદા કિનારે નમો વડ વન ક્ષેત્ર ખાતે વૃક્ષપ્રેમી પરિવાર શ્રી મીતેનકુમાર રાવજી ભાઈ પટેલ (ટીનાભાઇ ) સુપુત્ર ચીરંજીવી સ્મિત પટેલ ના જન્મદિવસ નિમિત્તે વૃક્ષારોપણનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
જેમાં વૃક્ષપ્રેમી પરિવારને હૂંફ આપવા માટે વૃક્ષપ્રેમી ભાઈઓ, બહેનો, બાળકો, વડીલો એ ઉપસ્થિત રહી સામુહિક હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો, પાઠ ના અંતે ઉપસ્થિત લોકોએ સ્મિતભાઈ ને પુષ્પો ની વર્ષા કરી મંત્રોચ્ચાર સાથે આશિર્વાદ આપ્યા હતા.
સૌએ સાથે મળીને માં સલિલા નર્મદાના કિનારે ૧૦૧ (એકસો એક )વૃક્ષો રોપ્યાં હતા અને જન્મ દિવસ ને યાદગાર બનાવ્યો હતો. આ પ્રસંગે મીતેનકુમાર પટેલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે વૃક્ષો આપણને જીવનમાં ધણાં ઉપયોગી છે. તે આપણને ઓક્સિજન આપે છે,
ફળ,ફુલ, લાકડા આપે છે, વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. ગરમીમાં રાહત આપે છે અને વાતાવરણ પણ શુદ્ધ રાખે છે માટે આપણે વધુ વૃક્ષો વાવવા જોઈએ. વૃક્ષોથી પક્ષીઓને આશ્રયસ્થાન મળી રહે તે માટે વડ, લીમડો, પીપળો, ઔદુમ્બર, જાંબુડો, આમલી, શમી વૃક્ષો જેવાં ઘટાદાર અને ફળાવ વૃક્ષોનું રોપન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ તથા વિવિધ સમાજ સેવી સંસ્થાના આગેવાનો, વનવિભાગ ના અધિકારીઓ તથા સભ્યો મોટી સંખ્યામાં સેવાભાવી ભાઈબહેનો ઉપસ્થિત રહ્યાં હતા અને પર્યાવરણ બચાવવા તથા વધુ વૃક્ષો વાવવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. આ કાર્યક્રમ બાદ સૌએ સાથે ભોજન લીધું હતું.
ભાવેશ મુલાણી, ભરૂચ.