બર્ક ફાઉન્ડેશન દ્વારા બાલા પ્રોજેક્ટ અંતર્ગત અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં સહકાર થી વિદેશ મંત્રી સહિત જિલ્લાના અગ્રણીઓ અને ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિ માં વિતરણ કરાયું
(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : બર્કે ફાઉન્ડેશન દ્વારા સ્ત્રી સશક્તિકરણ નું અભિયાન રૂપે બાલા પ્રોજેક્ટ ચાલે છે. આપણા નર્મદા જિલ્લામાં વિદેશ મંત્રી ડો.એસ જયશંકર નર્મદા જિલ્લાની મુલાકાતે આવ્યા હતા
ત્યારે તેમણે વ્યાધર અને સામોટ ગામને દત્તક લીધા હોય એ બંને ગામોમાં બર્ક ફાઉન્ડેશન અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ નાં સંયુક્ત ઉપક્રમે સેનેટરી પેડ નું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સેનેટરી પેડ બે વર્ષ સુધી ઉપયોગમાં લઈ શકાય છે.આમ આ સેનેટરી પેડ વિતરણ થી પર્યાવરણ ને ફાયદો થવા બાબતે અવરનેસ ની જાણકારી આપતા સ્ત્રી સક્તિકરણના આ ઉમદા કાર્ય ને જોઈને વિદેશમંત્રી ખુબુ પ્રભાવિત થયા હતા અને પોતાના હાથે પણ વિતરણ કર્યું હતું સાથે સાથે બર્ક ફાઉન્ડેશન નાં સંચાલકો સાથે વાતચીત કરી સંસ્થા બાબતે જાણકારી મેળવી હતી.
આ બંને મનસુખભાઈ વસાવા,ડીડીઓ,કલેકટર, પ્રયુષાબેન વસાવા, ઘનશ્યામ ભાઈ,ગીતાબેન રાઠવા પ્રાંત અધિકારી નર્મદા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ની ઉપસ્થિતિ માં સેનેટરી પેડ નું નિશુલ્ક વિતરણ થયું હતું.