(ભરત શાહ દ્વારા) – રાજપીપળા : રાજપીપળા સિવિલ હોસ્પિટલ માં બર્ક ફાઉન્ડેશન અને અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ દ્વારા બાલા પ્રોજેક્ટ અંતર્ગત સ્ત્રી સશક્તિકરણ નાં હેતુસર રાજપીપળા સિવિલ હોસ્પિટલ નાં ડૉ. હરેશ કોઠારી ના માર્ગદર્શન હેઠળ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર જંગલ ના ગામો માંથી આવેલા દર્દી અને વાલીઓ સહિત સિવિલ હોસ્પિટલ નાં સ્ટાફ અને કામદારોને વિનામૂલ્યે સેનેટરી પેડ નું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ એક વોશૅબલ સેનેટરી પેડ છે આનાથી પર્યાવરણને કોઈજ નુકશાન થતું નથી અને આ પેડ બે વર્ષ ચાલતા હોવાથી વધુ ખર્ચમાંથી પણ બચાવ થાય છે તેવી ત્યાં હજાર સૌને બર્ક ફાઉન્ડેશન નાં સંચાલકો દ્વારા સમજ આપવામાં આવી હતી.
આ કાર્યક્રમ માં બર્કે ફાઉન્ડેશન તરફથી માયાબેન, જ્યોર્જભાઈ,માર્યા બેન મદુબાલા બેન,મનીષાબેન,રેખાબેન ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ભરતભાઈ, હરેન્દ્રભાઇ રોહિત નો સપોર્ટ રહ્યો હતો.