Latest

ઓરિએન્ટેશન કેમ્પ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

વિવેકાનંદ સભાગૃહમાં ધોરણ 6ના 80 વિદ્યાર્થીઓ માટે 10 દિવસીય ઓરિએન્ટેશન કેમ્પનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. જેમાં સૂર્યા ફાઉન્ડેશન, દિલ્લીના વાઈસ ચેરમેન હેમંતજી તથા પૂર્વ અરવલ્લી જિલ્લા ભાજપ પ્રમુખ એવં શામળાજી વિષ્ણુમંદિરના ચેરમેન રણવીરસિંહ ડાભી તથા શાળાના મેનેજર સંજય વશિષ્ઠ જી, આચાર્ય હાર્દિક જોશીજી, એડમિનિસ્ટ્રેટર સમરજીત યાદવજી, ડ્રીલ ઈન્સ્ટ્રક્ટર હવાલદાર સોહનજી, શિક્ષકગણ એવમ શાળાના તમામ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા . કાર્યક્રમના આરંભમાં મહેમાનોના વરદ હસ્તે હવન-દીપ પ્રજ્વલન કરવામાં આવ્યું. મંચસ્થ મહેમાનોનો પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું.

વિદ્યાર્થીઓને કેન્દ્રમાં રાખીને હેમંતજીએ આજના સમયમાં વ્યવહારિક ગણિત ડગલેને પગલે ઉપયોગી છે. તેના ઉદાહરણો આપી રમૂજ સાથે એકદમ વાતાવરણ હળવું કરી દીઘું હતું. રણવીરસિંહ ડાભીએ ભણતર સાથે ગણતર અને સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપી એક એક સ્ટેપ પણ સતત પ્રગતિ કરતા રહેવાથી એક દિવસ સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકાય છે.

હંમેશાં પ્રસન્ન રહેવું, સારું સાહિત્ય વાંચવું તેમાંથી સારપ જીવનમાં ઊતારવી એમ કહી લૌકિક ઉદાહરણો આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. વિદ્યાર્થીઓ પ્રતિજ્ઞા લઈ અગ્રેસર બનવા માટે સંકલ્પબદ્ધ થયા.

કાર્યક્રમની વચ્ચે-વચ્ચે જયઘોષથી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વર્ધન થતો હતો. સફળ મંચ સંચાલન નિલમણી પાઠકે પોતાના આગવા અંદાજમાં કર્યું. કાર્યક્રમના અંતે શાળાના આચાર્ય હાર્દિક જોશીજીએ આભાર દર્શન કર્યું પછી સૌએ આગળના કાર્યક્રમ માટે પ્રસ્થાન કર્યું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડ અંતર્ગત સરદાર કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા ખાતે ખેડૂતોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

બનાસકાંઠા, સંજીવ રાજપૂત: પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની તાતી જરૂરિયાત છે. પ્રાકૃતિક…

રાજ્યપાલના હસ્તે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, ઉના અને સહજાનંદ ધામનું ભૂમિપૂજન તેમજ શિલાન્યાસ કરાયું

ગીર સોમનાથ, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગીર-સોમનાથ જિલ્લાના ઉના…

1 of 558

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *