સ્વ સહાય જુથની મહિલાઓ આર્થિક પગભર થાય એ હેતુથી વિવધ વિભાગના અધિકારીઓને માહિતી આપવામાં આવી
કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી આર. કે. મહેતાના અધ્યક્ષ સ્થાને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની એન.આર.એલ.એમ. યોજના અંતર્ગત ડિસ્ટ્રિક્ટ લેવલ કોઓર્ડીનેશન કમિટીની (ડી.એલ.સી.સી.) પ્રથમ બેઠક મળેલ હતી.
જેમા ખેતી આધારીત વિવિધ યોજનાઓ સાથે જોડાણ કરી રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચાયેલ સ્વ સહાય જુથની મહિલાઓની આવક અને આજીવિકાની સુરક્ષા પર ધ્યાન કેન્દ્રીત કરી સમગ્ર વર્ષ દરમ્યાન આવકનો પ્રવાહ સુનિશ્ચિત કરવા અને બહુવિધ આજીવિકાને ટેકો આપવા તેમજ આર્થિક રીતે સશક્ત અને પગભર થાય તે હેતુથી વિવિધ વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રી દ્રારા યોજનાકીય માહિતી આપવામાં આવી હતી.
સ્વ સહાય જુથોને વિવિધ યોજનાઓ સાથે મળવા પાત્ર લાભોની ચર્ચા કરવામાં આવી તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્રારા ઉપસ્થિત વિભાગના અધિકારીશ્રી/કર્મચારીશ્રીઓને લગત વિભાગની યોજનાકીય માહિતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મોકલી આપવા જણાવવામાં આવેલ હતું.
આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રશાંત જિલોવા, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી શ્રીમતી જયશ્રીબેન ઝરૂ, જીલ્લા બાગાયત અધિકારીશ્રી એમ.બી.વાઘમશી, ખેતીવાડી વિભાગ શ્રી મહમંદ રીઝવાન ઘાંચી, જીલ્લા પશુપાલ અધિકારીશ્રી ડો.કે.એચ.બારૈયા, પ્રોજેકટ ડાયરેકટરશ્રી આત્મા પ્રોજેક્ટ શ્રી જે.એન. પરમાર સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.