આહીર કુલ અવની ઉપર જેદી હમીર ના હોત હયાત તોતો દેવકીજીનો દીકરો ઓલા કંસ ના હાથ કપાત દ્વારકા ના સાનિધ્ય માં એક આહીર સમાજ ની બહેનો દ્વારા ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ થવા જય રહ્યો છે
એક ઇતિહાસ ના પાને લખાશે જેમાં એક સાથે ૧૬૧૦૮ (સોળ હજાર એક સો આઠ) આહીરાણીઓ એક સાથે આહીર ટ્રેડિશનલ ડ્રેસમાં મહારાસ નું આયોજન થવા જય રહ્યું જેમાં ૧૫ હજાર જેટલાં બહેનોએ ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી લીધું છે
આહીર સમાજ ની બહેનો દ્વારા જુદા જુદા જિલ્લા, તાલુકા તેમજ ગામડાઓમાં મિટિંગ પણ કરી રહ્યા છે જેમાં આજ રોજ ગીર સોમનાથ જિલ્લામાં આહીર દેવીબેન વાળા તેમજ આહીર ભાવનાબેન સોલંકી દ્વારા પણ ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લાટી, હરણાસા, મીઠાપર, માલજીંજવા ગામમાં એક અગત્યની મિટિંગ રાખવામાં આવી હતી
જેમાં દ્વારકા ખાતે થવા જય રહેલા મહારાસ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ સાથે સાથે તમામ બહેનો ને આહીર ટ્રેડિશનલ ડ્રેસ પહેરી ને મહારાસ માં ભંગ લેવા માટે પણ સૂચના આપી હતી તેમજ મહારાસ માં ભાગ કઈ રીતે લેવો ઓનલાઇન રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના વિશે પણ માહિતી આપી હતી.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ