Latest

ધોરણ-૧૦ માં નાપાસ તથા ડ્રોપ આઉટ થયેલ બાળકોને યોગ્ય માર્ગદર્શન તથા કાઉન્સેલીંગ સેમીનાર એસ.પી. કચેરીમાં યોજાયો

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ Sir ના અધ્યક્ષ સ્થાને ભરૂચ જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી તેમજ ભરૂચની જૈન સોશ્યલ ગ્રુપના સહયોગથી ધોરણ-૧૦ માં નાપાસ તથા ડ્રોપ આઉટ થયેલ બાળકોને યોગ્ય માર્ગદર્શન તથા કાઉન્સેલીંગ સેમીનાર એસ.પી.કચેરીમાં યોજાયો.

ભરૂચ જીલ્લા પોલીસ તથા સુરક્ષા સેતુ સોસાયટી તેમજ જૈન સોશ્યલ ગ્રુપના સહયોગથી પોલીસ અધીક્ષક, ભરૂચ ડો.લીના પાટીલ Sir અધ્યક્ષ સ્થાને પોલીસ અધીક્ષકની કચેરી, ભરૂચ ખાતે, ધોરણ-૧૦ માં નાપાસ થયેલ બાળકો તથા અભ્યાસ છોડી દીધેલ હોય તેવા બાળકોને ફરીથી સમાજમાં યોગ્ય દિશા મળે અને આગળ વધે તે હેતુથી ભવિષ્યમાં પોતાની કારકીદીમાં શુ કરવું ? જે અંગે માર્ગદર્શન અને જોમ જુસ્સો તેમજ બાળકોની અભ્યાસ પ્રત્યે રૂચિ વધે તે હેતુથી કાઉન્સેલીંગ સેમીનાર યોજવામાં આવ્યો.

આ સેમીનાર થકી ધોરણ-૧૦ માં નાપાસ થયેલ બાળકો તથા અભ્યાસ છોડી દીધેલ હોય તેવા બાળકોને ભરૂચ જીલ્લાની જૈન સોશ્યલ ગ્રુપ દ્વારા નિ:શુલ્ક અભ્યાસ મળી રહે તે અંતર્ગત વ્યવસ્થા કરવામાં આવી. આ સેમીનારમાં ભરૂચ જીલ્લાની જૈન સોશ્યલ ગ્રુપના સભ્યો તથા ધોરણ-૧૦ માં નાપાસ થયેલ તથા અભ્યાસ છોડી દીધેલ હોય તેવા કુલ- ૧૪ બાળકો હાજર રહ્યા. આગામી દિવસોમાં પણ આવા કાળક્રમે અભ્યાસથી દુર થયેલ બાળકો અંગે ભરૂચ જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આવા સેમીનારો યોજવામાં આવનાર છે.

ભાવેશ મુલાણી, ભરૂચ.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *