બીપરજોય વાવાઝોડાને લઈને સાવચેતીના પગલાની તૈયારી અંગે મંત્રી કનુભાઈ દેસાઈ એ માહિતી મેળવી
મોરબી : બીપરજોય વાવાઝોડાને પગલે સરકારે મંત્રીઓને જુદા જુદા જિલ્લાની જવાબદારી સોંપી છે.
જેમાં મોરબી જિલ્લાની જવાબદારી સંભાળનાર નાણાં મંત્રી કનું દેસાઈ અને પ્રભારી સચિવ મનીષા ચંદ્રા મોડી રાત્રે મોરબી આવી પહોંચ્યા હતા અને જિલ્લા કલેકટર, ડીડીઓ અને એસપી સહિતના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે અગત્યની બેઠક કરી હતી.
આ બેઠકમાં કલેકટર પંડ્યાએ વાવાઝોડા સામે સાવચેતીના પગલાની તૈયારી અંગેની માહિતી આપી હતી અને અને અસરગ્રસ્ત વિસ્તારના ગામોના 1500 જેટલા લોકોને સ્થળાતર કઈ જગ્યા એ કરવું અને તેની રહેવા, જમવાની વ્યવસ્થા સહિતની માહિતી આપી હતી.
આ ઉપરાંત વિજ તંત્રના અધિકારીઓએ પણ મંત્રીને માહિતી આપી હતી કે તેમની પાસે 430 મેન પાવર,10,000 ટ્રાન્સફોર્મર, 1500 થાંભલા સહિતનું મટીરીયલ પૂરતા પ્રમાણમાં છે.
જ્યારે મંત્રી સોમવારે તા. 12ના રોજ સવારે કલેકટર કચેરીએ જિલ્લાના અધિકારી અને પદાધિકારીઓ સહિતના સાથે આગળની કાર્યવાહી માટે બેઠક કરશે
ત્યારબાદ સિરામિક અને સોલ્ટ સહિતના ઔદ્યોગિક એસોસિએશન સાથે બેઠક કરી અને ત્યારબાદ નવલખી પોર્ટ અને દરિયા કાંઠાના ગામોની મુલાકાત લેશે.
અહેવાલ જી એક્સ્પ્રેસ બ્યુરો મોરબી