Latest

વાવાઝોડા સામે લડવા સજ્જ: 15 હજાર ફૂડ પેકેટ તૈયાર કરાવતા જામનગરના દક્ષિણના ધારાસભ્ય

જામનગર: જામનગર શહેરની સેવાભાવી સંસ્થા કેશવજી અરજણ લેઉવા પટેલ સેવા સમાજ સંસ્થા દ્વારા જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ના સહયોગથી ફૂડ પેકેટ બનાવવાની કામગીરી નો આજથી પ્રારંભ કરાયો છે, ત્યારે રણજીત નગર વિસ્તારમાં લેઉવા પટેલ સમાજ ની વાડીમાં ૧૫,૦૦૦ જેટલા ફૂડપેકેટ તૈયાર કરાઈ રહ્યા છે, જે સ્થળની કેન્દ્રિય મંત્રી દેવુસિંહ ચૌહાણ, તેમજ ગુજરાત રાજ્યના પ્રભારી મંત્રી શ્રી મુળુભાઇ બેરા, અને ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી વગેરેએ મુલાકાત લીધી હતી.

જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં વસવાટ કરતા નાગરિકોને જુદા જુદા આશ્રય સ્થાનોમાં સ્થળાંતર કરીને રાખવામાં આવ્યા છે, જે તમામ લોકો માટે જામનગરની સેવાભાવી સંસ્થા ઉપરાંત શહેર ભાજપના સંગઠન દ્વારા ફૂડપેકેટ બનાવવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરી લેવામાં આવી છે.

જેના અનુસંધાને જામનગરના રણજીત નગર વિસ્તારમાં આવેલા લેઉવા પટેલ સમાજમાં ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી તેમજ લેઉવા પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઈ રાબડીયા ની આગેવાનીમાં ૧૫,૦૦૦ થી વધુ ફૂડ પેકેટ તૈયાર કરવાની કામગીરીનો આજથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે, અને ૪૦ થી વધુ સેવાભાવી ભાઈઓ- બહેનો સહિતના કાર્યકર્તાઓની ટિમ ફૂડ પેકેટ બનાવી રહી છે.

સંભવિત વાવાઝોડા ને અનુલક્ષીને જામનગર જિલ્લાની વ્યવસ્થા નિહાળવા માટે આવેલા અને સમગ્ર જિલ્લાની ચિંતા કરતા કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ આજે જામનગર આવી પહોંચ્યા પછી તેઓએ લેઉવા પટેલ સમાજની મુલાકાત લીધી હતી.

તેઓની સાથે જામનગર જિલ્લાના પ્રભારી મંત્રી મુળુભાઈ બેરા, ઉપરાંત જામનગર ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી જોડાયા હતા, અને તેઓએ સમગ્ર વ્યવસ્થા ની કામગીરી નું નિરીક્ષણ કર્યું હતું.

જેમની સાથે જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, જામનગર શહેર ભાજપના અધ્યક્ષ ડો. વીમલભાઈ કગથરા સહિતના અગ્રણીઓ પણ જોડાયા હતા, અને નીચાણ વાળા વિસ્તારમાં વસવાટ કરનારા લોકો કે જેઓને આશ્રય સ્થાનમાં ખસેડવામાં આવ્યા છે, તે તમામ લોકો ને ભોજન વ્યવસ્થા થઈ શકે, તે માટેના ફૂટ પેકેટ તૈયાર કરીને પહોંચાડવાની વ્યવસ્થા માં મદદરૂપ બન્યા છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 627

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *