રેડક્રોસ દ્વારા ભાવનગર જિલ્લા ના 200 જેટલા સ્વંયસેવકો સાથે આયોજન કરી પૂર્વ તૈયારી ઓ માટે માર્ગદર્શન અપાયું
વાવાઝોડા ના સંકટ અનુસંધાને ભાવનગર રેડક્રોસ દ્વારા ભાવનગર જિલ્લા ના અલંગ શિપ બ્રેકીંગ યાર્ડ માં વિવિધ પ્લોટ ના સેફટી, મેનેજર,મજૂર પ્રતિનિધિઓ,સ્વંયસેવકો અને આસપાસ ના ગામ ના સ્વંયસેવકો સાથે અલગ અલગ મિટિંગ નું આયોજન કરવા માં આવેલ
અને સંભવિત વાવાઝોડા માં નુકશાન અને જાનહાની થી બચવા માટે ના ઉપાયો સાથે આ સમય માં અલંગ માં રેડક્રોસ ની 24 કલાક મેડિકલ સર્વિસીઝ અને હોસ્પિટલ ની સેવાઓ અંગે માહિતી આપી ને કવિક રીસ્પોન્સ કેવી રીતે આપી શકાય તે અંગે અને જરૂર જણાય અન્ય જિલ્લા માં મદદ પહોંચાડવા માટે નું આયોજન બાબતે ચર્ચા કરી હતી.
અને અલંગ માં પણ આરોગ્ય સેવાઓ આ દિવસો માં 24 કલાક ચાલશે અને અન્ય વિગતો માટે અલંગ ના નીચાણવાળા ખોલી વિસ્તારો માં જઈ ને વર્કરો સાથે ચર્ચા કરી હતી.