ઉના તાલુકાના ના અહેમદપુર માંડવી બીચ પર બિપરજોય વાવાજોડા દરમિયાન અહેમદપુર માંડવી બીચ પર એક દરિયાઈ કાચબો દરિયામાં ભારે કરંટ ના લીધે બહાર આવતા માછલી પકડવાની જાળ માં ફસાય ગ્યો હતો
બીચ પર પેટ્રોલિંગ કરતા ઉના ના પોલીસ જવાનો તેમજ જીઆરડી ના જવાનો ને નજરે ચડતા ત્યાં ફરજ પર ના જીઆરડી ના સભ્યો પ્રતાપભાઈ બાંભણીયા, કેતનભાઈ ચાવડા, તેજાભાઈ, વિપુલભાઈ ચૌહાણ તેમજ વિનોદભાઈ દ્વારા કાચબાની ફરતે ફસાયેલી જાળ ને મહામુસીબતે કાપી દરિયાઈ કાચબાને સલામત બહાર કાડયો હતો
ત્યાર બાદ ર્ડો ને જાણ કરતા ર્ડો દાફડા સાહેબ દ્વારા કાચબાની તપાસ કરતા કાચબો સહી સલામત છે તેવું જણાવ્યુ હતું ત્યાર બાદ કાચબાને મુક્ત કર્યો હતો આવી રીતે એક દરિયાઈ જીવ ને બચાવનાર જીઆરડી ના સભ્યો ની એક સહનીય કામગીરી સામે આવી.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ