યોગ સૃષ્ટિની શરૂઆતથી જ પ્રાચીન ભારતનો એક ખાસ મહત્વનો ભાગ રહ્યો છે. પ્રાચીન કાળના ઋષિ-મુનિઓએ અનેક ધર્મ ગ્રંથોમાં યોગના મહત્વ નો ઉલ્લેખ કર્યો છે. ઋગ્વેદમાં પણ અનેક જગ્યાએ યૌગિક ક્રિયાઓ વિશે જાણકારી મળે છે. મહર્ષિ પતંજલિએ યોગ ની પરિભાષા આપતા કહ્યું છે કે “શ્યોગષ્ચિત્તવ્રૃત્તિનિરોધ:શ્ ” અર્થાત યોગ દ્વારા આપણે આપણા ચંચળ મનને પણ કાબુમાં કરી શકીએ છીએ.
મનુષ્ય જ્યારે પણ કોઈ શારીરિક અથવા માનસિક તકલીફ નો સામનો કરવો પડ્યો છે તો પોતાના શરીરને રોગમુક્ત કરવા માટે કોઈને કોઈ પ્રકારે યોગ દ્વારા શરીરને સ્વસ્થ કર્યું છે અને સાથે સાથે માનસિક શાંતિ પણ પ્રાપ્ત કરી છે. પરંતુ આજના આ આધુનિક યુગની ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણા ખાનપાન અને રહન-સહન માં બહુ જ બદલાવ આવ્યા છે જેના કારણે ચિંતા, તણાવ, થાક અને ચીડિયાપણું જેવી ઘણી બીમારીઓ આપણને ઘેરી લે છે.
શરૂઆતમાં તો આપણે આપણા સ્વાસ્થ્યની બિલકુલ ચિંતા નથી કરતા કેમ કે આજકાલની વ્યસ્ત જિંદગીમાં કોઈની પાસે એટલો સમય નથી કે તે પોતાના શરીરની તરફ ધ્યાન આપે પરંતુ ધીરે ધીરે આ નાની-નાની બીમારીઓ આપણા શરીરમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, ગઠીયા, મોટાપો અને માઇગ્રેન જેવી અનેક ગંભીર બીમારીઓને જન્મ આપે છે. ત્યારે આપણે થોડા જાગૃત થઈએ છીએ અને આપણું ધ્યાન કોઈક યોગ તરફ જાય છે કેમ કે યોગ જ છે જે આવી બીમારીઓને જડમૂળથી ખતમ કરી શકે છે. ફક્ત પ્રાચીનકાળના યોગીઓ એ જ નહીં પરંતુ આધુનિક યુગના ડોક્ટર પણ એ વાતને પૂરી રીતે સાબિત કરીને દેખાડી છે કે યોગ જ એવી રામબાણ દવા છે કે જેના દ્વારા શારીરિક રૂપથી સ્વસ્થ રહી શકીએ છીએ અને આપણે આ હલચલ ભરી દુનિયામાં માનસિક શાંતિ પ્રદાન કરી શકે છે.
જો આપણે યોગના ફાયદા ની વાત કરીએ તો આપણે જાણીશું કે યોગના ફાયદા ઓ ની સૂચિ ક્યારેય ખતમ થાય તેવી નથી. પ્રતિદિન યોગ કરવાથી શારીરિક તંદુરસ્તી તો આવે જ છે પરંતુ તેના કરતાં પણ સૌથી વધારે માનસિક શાંતિ પણ પ્રાપ્ત થાય છે જેનાથી આપણી અંદરનો તણાવ દૂર થાય છે અને આપણું મન પણ શાંત થાય છે અને સાથે સાથે આપણા શરીરમાં મોટી મોટી બીમારીઓ થી લડવા માટે રક્ત સંચાર પણ સુચારુ રૂપ થી થાય છે.
જેથી આપણી અંદર રોગોથી લડવાની શક્તિ વધી જાય છે. યોગથી આપણી પાચનક્રિયા પણ દુરસ્ત થાય છે જેના લીધે આપણી અંદર ઊર્જા નો વિકાસ થાય છે અને આપણું શરીર લચીલું બને છે. નિયમિત યોગ કરવાથી જીવન પ્રત્યેનો ઉત્સાહ વધે છે અને આપણા અંદરના મનોબળ માં વૃદ્ધિ થાય છે. આ પ્રકારે યોગ દ્વારા આપણા તન ને જ નહીં પરંતુ મનને પણ સ્વસ્થ રાખી શકાય છે.
યોગના ઘણા પ્રકાર છે જેમકે હઠયોગ, પ્રાણ યોગ, રાજયોગ, કુંભક અને જ્ઞાન યોગ વગેરે. આ જેટલા પણ પ્રકારના યોગ છે તેને કરવા માટે એક તો એમાં બહુ જ સમય આપવો પડે છે જે આજકાલની વ્યસ્ત દિનચર્યામાં સંભવ નથી અને બીજું તેમને કરવા માટે શરીરનું પુરી રીતે સ્વસ્થ હોવું જરૂરી છે જે આજના યુગમાં સંભવ નથી.
આ બધી યોગિક ક્રિયા ફક્ત આપણા શરીરને સ્વસ્થ રાખે છે પરંતુ સુરત શબ્દ યોગ એક એવી વિધિ છે જે પૂર્ણ રીતે આધ્યાત્મિક છે અને તે ન કેવળ આપણા તન અને મનને પરંતુ આપણી આત્મા ને પણ તંદુરસ્ત રાખે છે. પરમ સંત કૃપાલ સિંહજી મહારાજ આ સુરત શબ્દ યોગ વિશે કહ્યું છે કે “જો આપણી આત્મા તંદુરસ્ત હશે તો આપણું તન અને મન આપોઆપ તંદુરસ્ત થઈ જશે”.
સુરત શબ્દ પ્રયોગ આપણને સમજાવે છે કે સુરત જે આપણી આત્માનું બાહ્ય સ્વરૂપ છે તે જ્યારે પ્રભુના શબ્દ સાથે જોડાય છે તો પછી જ્યાંથી આપણે આવ્યા છીએ તે પિતા પરમેશ્વર ના ઘર આપણે પરત જઈ શકીએ છીએ . જ્યારે આપણે પ્રભુના શબ્દની સાથે જોડાઈ એ છીએ તો આપણે અંદર ની દુનિયા માં જવાના લાયક થઈએ છીએ અને આપણી આત્મા નો મેળાપ પરમાત્મા સાથે થઈ શકે છે.
આ અનુભવ આપણને આનંદ અને શાંતિ આપે છે. અને આપણને અંદરની મોજ ના આલમમાં લઈ જાય છે કેમ કે અંદર ની યાત્રા પ્રેમ અને ખુબસુરતીથી ભરેલી છે. સુરત શબ્દ યોગ દ્વારા આપણે આપણું ધ્યાન જે આ સમયે બહારની દુનિયામાં જઈ રહ્યું છે તેની અંદરની દુનિયામાં લઈ જઈએ છીએ. આને મેડીટેશન, ભજન-સિમરન, ધ્યાન ટેકવવા પણ કહેવાય છે. આનો અભ્યાસ કોઈપણ કરી શકે છે ભલે તે નાનો છોકરો હોય કે વૃદ્ધ હોય, ભલે તે એક ધર્મ અને માનવા વાળો હોય કે બીજા ધર્મને માનવા વાળો હોય, ભલે તે એક દેશ માં રહેતો હોય કે બીજા દેશમાં રહેતો હોય આ એક સરળ રીત છે જેનો અભ્યાસ તંદુરસ્ત હોય કે બીમાર હોય કોઈપણ કરી શકે છે. તેને આપણે ઘરમાં અથવા ઓફિસમાં પણ કરી શકીએ છીએ.
આનો પ્રતિ દિવસ અભ્યાસ કરવાથી આપણને દરેક જગ્યાએ પ્રભુ નું રૂપ દેખાવા લાગે છે અને પછી આપણને એ અનુભવ થવા લાગે છે કે જે પ્રભુની જ્યોતિ મારામાં છે તે જ બીજામાં છે જેથી આપણી અંદર એક બદલાવ આવે છે. આપણી અંદર આપોઆપ બધા માટે પ્રેમ ભાવ જાગૃત થઈ જાય છે. આપણે એક શાંતિ થી ભરપુર જીવન વ્યતિત કરીએ છીએ. તેના ફળ સ્વરૂપે આપણાથી આ શાંતિ ધીરે ધીરે પરિવાર, સમાજ, દેશી થઈને પૂર્ણ વિશ્વમાં ફેલાઇ છે. આવું કરવાથી આપણે આ ધરતી પર સ્વર્ગની કલ્પના સાકાર કરી શકીએ છીએ.
ભાવેશ મુલાણી, ભરૂચ.