Latest

મંત્રી અને મહિલા ધારાસભ્યો સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રાખડી બાંધી દીર્ઘાયુના આશીર્વાદ આપ્યા

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ભાઇ- બહેનના અપાર સ્નેહ અને અતૂટ લાગણીની અભિવ્યક્તિના પવિત્ર ઉત્સવ રક્ષાબંધન પર્વ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને વિવિધ સમાજ વર્ગોની બહેનોએ રક્ષા સૂત્ર રાખડી પ્રદાન કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરીયા, મહિલા ધારાસભ્યઓ અને મહિલા પોલીસકર્મીઓ સહિત રાજ્યના ખૂણે ખૂણેથી આવેલી બહેનોએ મુખ્યમંત્રીને રક્ષાસૂત્ર બાંધીને દીર્ઘાયુના આશીર્વાદ અને પ્રજાના કલ્યાણકારી કામો માટે સદાય કર્તવ્યરત રહેવાની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ ઉજવણી દરમિયાન મુખ્યમંત્રી સમક્ષ અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારની સાધના વિનય મંદિરના વિદ્યાર્થીઓએ ઓપરેશન સિંદૂરની સફળતા અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનની ઝાંખી કરાવતી તૈયાર કરેલી ૧૦૦ ફૂટ લાંબી રાખડી મુખ્યમંત્રી સમક્ષ પ્રસ્તુત કરી હતી.

આ પ્રસંગે ગાંધીનગરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલ, મેયર શ્રીમતી મીરાબેન પટેલ, ગાંધીનગર ભાજપ પ્રદેશ મહિલા મોરચાની ટીમ, બ્રહ્માકુમારી તેમજ અન્ય સંસ્થાની બહેનો, વિવિધ શાળાની વિદ્યાર્થીનીઓ, પ્રજ્ઞાચક્ષુ બહેનો, દિવ્યાંગ બહેનો સહિત મોટી સંખ્યામાં બહેનોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રક્ષાસૂત્ર બાંધીને આ પાવન પર્વની ઉજવણી કરી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​બોટાદમાં સરકારી વકીલો, પોલીસ અધિકારીઓ અને મેજિસ્ટ્રેટ્સ માટે ભવ્ય કાનૂની તાલીમ શિબિર સંપન્ન

ગત તારીખ ૨૪ મી ઓક્ટોબર ૨૦૨૬ ના રોજ બોટાદ મુકામે મહાદેવ હોટલ ખાતે સરકારી વકીલો,…

1 of 146

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *