કોન્ટ્રાક્ટર ની અમે એન્જિનિયર છીએ કામ મૂકીને વય જશું ની બાબતને લઈને લોકોમાં આક્રોશ
ગારિયાધાર તાલુકામા આશ્રમ રોડ પર સરકારી પાર્કિંગની જગ્યામાં કચરાના ગંજ જામ્યા હતા . જેમાં વ્યાપારી ઓ દ્વારા વાંરવાર રજુઆત કરવા છતાં કામગીરી ના થતા રોષ વ્યકત કર્યો હતો . આ ઉપરાંત પાર્કિંગ માં કચરો,પ્લાસ્ટીક, મરેલા પ્રાણીઓ અને ચોમાસા સમયે પાણી ભરાતા રોષ વ્યકત કર્યો હતો .
બીજી બાજુ ચોમાસાના સમયમાં અહી કોન્ટ્રાક્ટર ની ભૂલના કારણે પાર્કિંગમાં પાણી ભરાતા ગાડીઓને બહોળા પ્રમાણમાં નુકશાની થતા વ્યાપારીઓએ રોશ વ્યક્ત કર્યો હતો . તેની સાથે કોન્ટ્રાક્ટર પ્રથા પર સવાલો ઉઠાવ્યા હતા . સાથે જ આવનારા સમયમાં પાર્કિંગમાં સાફ સફાય ના કરવામાં આવે તો આંદોલન ની ચિમકી ઉચ્ચારી હતી .
જોકે લોકો દ્વારા એવા પણ આક્ષેપ કરાયા હતા કે જ્યારે પાર્કિંગ બનતું હતું ત્યારે લેવલથી પાર્કિંગ ન બનતા લોકો દ્વારા કોન્ટ્રાક્ટરને કહેવામાં આવેલ કે આનું લેવલ ન હોવાના કારણે ચોમાસામાં પાણી ભરાશે ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા ધમકી ભર્યા સ્વરમાં કહેવામાં આવેલ કે અમે એન્જિનિયર છીએ મૂકીને વહી જશુ તો કામ નહીં થાય .
આમ નગરપાલિકામાં કોન્ટ્રાક્ટરની ધમકી ભર્યા વર્તનને લઈને લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો હતો .
રિપોર્ટર મહેશ ગોધાણી ગારીયાધાર