શ્રી માનવ કલ્યાણ ટ્રસ્ટ સંચાલિત ઓટીઝમ, માનસિક, શારીરિક અને બહુરૂપી દિવ્યાંગતા ધરાવતા બાળકો ની શાળા માં જઈ સક્ષમ સુરત ક્ષેત્ર ની ટીમ દ્વારા સક્ષમ સંસ્થા ની જરૂરી માહિતીઓ આપવામાં આવી. આ ઉપરાંત દિવ્યાંગ બાળકો ના ઉત્થાન માટે સક્ષમ સુરત દ્રારા કરવામાં આવેલા મોટીવેશનલ અને સ્કીલ ડેવલોપમેન્ટ ના અવેરનેસ શેશન વિશેની માહિતી આપવામાં આવી.
આ શેશન બાદ માનવ કલ્યાણ સંસ્થા માં વસતા અને અભ્યાસ કરતા દિવ્યાંગ જનો માટે હાઇજીન કીટ નું વિતરણ પણ કરવામાં આવ્યું હતું, જેમાં સક્ષમ CAMBA પ્રોજેક્ટ માટે પશ્ચિમ ભારત ના કાર્યવાહક , સક્ષમ ગુજરાત પ્રદેશ ના ઉપાધ્યક્ષ કમાન્ડન્ટ ડૉ.પ્રફુલ્લ શિરોયા, સુરત સક્ષમ થી દિનેશભાઈ પટેલ (ઉપાધ્યક્ષ : લોકદૃષ્ટી ચેરીટેબલ ટ્રસ્ટ), ડૉ.ભાવિન શિરોયા (યુથ રેડક્રોસ) , મહેશભાઈ સાવલિયા , મહેશભાઈ શિરોયા, હોમગાર્ડ્ઝ જવાનો વગેરે મહાનુભાવો ઊપસ્થિત રહ્યા હતા.
ભાવેશ મુલાણી, ભરૂચ.