ભાવનગર ખાતે ગુજરાત ની બીજા નંબર ની રથયાત્રા નીકળે છે જે 17 કિલોમીટર ઉપરાંત ના રૂટ પર ફરે છે.
ભગવાન જગન્નાથજી ની રથયાત્રા માં રેડક્રોસ ભાવનગર દ્વારા અલગ અલગ જગ્યા એ 4 જેટલી પ્રાથમિક સારવાર ની ટિમ મુકવા માં આવી છે સાથે રથયાત્રા માં રેડક્રોસ ની ચક્ષુદાન , દેહદાન, અંગદાન, રક્તદાન અને બેટી બચાવો …
બેટી વધાવો ના પ્રદર્શન સાથે નો ફલોટ મુકવા માં આવેલ છે જેના માધ્યમ થી સેવાઓ નો પ્રચાર કરવા માં આવે છે, સાથે રક્તદાન યજ્ઞ પણ ચાલી રહ્યો છે અલગ અલગ કુલ 5 જેટલા પોઈન્ટ ઉપર રક્તદાન શિબિર ઉપરાંત મોબાઈલ બ્લડ કલેક્શન વેન માં પણ રક્તદાન માટે ની વ્યવસ્થા કરવા માં આવી છે.રક્તદાતાઓ ભગવાન ના દર્શન સાથે રક્તદાન પણ કરી રહ્યા છે
આજે રાત્રી ના 8 સુધી ઘોઘાગેટ રૂપમ ચોક પોલીસ ચોકી પાછળ ભાવનગર ખાતે પણ હિન્દૂ યુવા સંગઠન ની મદદથી એક રક્તદાન કેમ્પ ચાલે છે જેમાં પણ રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે સૌને રક્તદાન માટે રેડક્રોસ બ્લડ બેન્ક દ્વારા નિમંત્રણ છે.