જામનગર: જામનગરના એડવોકેટ જેનબબેન ખફી અને યોગ ક્લાસીસ દ્વારા યોગ માર્ગદર્શન કેમ્પ અને કુકિંગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવેલ હતું.
કુકિંગ કોમ્પિટિશનમાં 105 બહેનોએ ભાગ લીધેલ હતો અને 300 જેટલા બહેનોએ કાર્યક્રમ નિહાળ્યો હતો યોગ શિક્ષકો દ્વારા યોગ વિશે માહિતી આપવામાં આવી હતી
આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર તબ્બસુમબેન, પ્રિન્સિપલ તસ્લીમ બેન, રોજી સ્કૂલના ડાયરેક્ટર જુબેદાબેન, ફ્રાંસીસ સ્કૂલના શિક્ષિકા ફરજાનાબેન, ડોક્ટર સમરાબેન, યોગ શિક્ષક મીનાબેન, ભારતીબેન, અંજનાબેને સ્થાન શોભાવેલ હતા.
આ કાર્યક્રમમાં ભાગ લીધેલ તમામ બહેનોને પ્રોત્સાહન ઈનામ આપવામાં આવેલ હતા તેમજ ફર્સ્ટ સેકન્ડ અને થર્ડ આવેલ બહેનોને ઇનામોથી નવાજવામાં આવેલ હતા,
આ કાર્યક્રમને સફળ બનાવવા ઝહરા ફાઉન્ડેશનની મહિલા ટીમના આસમાબેન, આમનાબેન, રેશ્માબેન, નફીસાબેન, શીતલબેન, સાહિનબેન, તસ્લીમ બેન, શબનમબેન, રુકસારબેન તેમજ યોગ ક્લાસના અંજુમબેન ખફી, નસીમબેન, અનિષાબેન પરમાર, યાસ્મીનબેન પઠાણ, રેશ્માબેન સુમરા, શકિનાબેન લંઘા, જેબુનબેન સુથાર, જસ્મીનબેન શેખ, નસરીનબેન પઠાણ, ગુલશનબેન ખીરા, રૂબીનાબેન, હસીનાબેન, સમીમબેન પઠાણ, સાજેદા અમરેલીયાએ જહેમત ઉઠાવી હતી.