હાલ મુસ્લિમ સમાજ નો તહેવાર બકરી ઈદ ૨૯ ના રોજ હોવાથી આ તહેવાર માં કોઈ અણઘટી ઘટના ના બને કાયદો અને વ્યવસ્થા જળવાય રહે શાંતિ પૂર્વક બકરીઇદ ની ઉજવણી થઇ શકે
તે હેતુ અનુંસંધાને ઉના તાલુકા ના કોબ ગામમાં નવાબંદર મરીન પોલીસ સ્ટેન્શન ના પીએસઆઇ એ.બી.વોરા સાહેબ, એએસઆઇ કંચનબેન પરમાર, બીટ જમાદાર રાજુભાઈ તેમજ અન્ય પોલીસ સ્ટાફ દ્વારા કોબ ગામના મુસ્લિમ સમાજના પ્રમુખ ફારૂક બાપુ હસન અલી સિરાજી, ભીમભાઇ મેણસીભાઇ બાંભણીયા સરપંચ કોબ ગ્રામ પંચાયત, દેવશીભાઇ પાંચાભાઇ ચાવડા તેમજ અન્ય મુસ્લિમ સમાજ તેમજ હિન્દૂ સમાજ ના આગેવાનો ને સાથે રાખી મિટિંગ યોજવામાં આવી હતી
તેમજ વોરા સાહેબ દ્વારા જણાવવા માં પણ આવ્યું હતું કે એક જ ગામમા રહેવું તો હંમેશા ભાઈચારા થી રહેવું એજ માનવ નો મોટો ધર્મ છે હિન્દૂ સમાજ માં તેમજ મુસ્લિમ સમાજ અનેક તહેવારો આવતા હોઈ તે તહેવાર ને શાંતિ થી ઉજવણી થાય કોઈ જાતના જગડા વિના ઉજવાય એનાથી મોટો તહેવાર કોઈ ના હોઈ શકે.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ