નેત્રંગ પાસે આવેલ શણકોઈ ગામ આવેલ કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ગૌરીવ્રત કરતી કન્યાઓને સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ અને સેવાભાવી બહેન-ભાઈઓ દ્વારા નાસ્તો, ફળાહાર, સુકોમેવો, કપડાં, રમકડાં વગેરે આપવામાં આવ્યા અને યુનાઈટેડ હેન્ડ તરફથી આ પ્રોજેક્ટ ને સફળ બનાવવા ડ્રાયફ્રુટ નું દાન કરાયુ હતુ.
આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક પ્રકાશચંદ્ર પટેલ, હેમાબેન પટેલ, પ્રમુખ ભાવનાબેન સાવલિયા, ઉપપ્રમુખ સવિતાબેન રાણા અને સંસ્થાના બહેન-ભાઈઓ, શાળાના શિક્ષકો તથા સ્ટાફનાં સભ્યો એ હાજર રહી કન્યાઓનો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રોજેક્ટ ના ચેરમેન અંજલિબેન ડોગરા દ્વારા સમગ્ર આયોજનમાં સહયોગ કરાયો હતો, જ્યારે સંસ્થાની બહેનોએ અરુણાબેન, ઉમાશર્મા, અંજલીબેન,રંજનાબેન,ઉર્વીબેન,ચેતનાબેન,નરગીસ,રાગીનીબેન,નીપાબેન,માયાબેન,હર્ષાબેન,સવિતાબેન,પ્રતિમાબેન,અંશુબેેન,દિપ્તિબેન,શીતલબેન અને બીજા ઘણા બહેનો એ આ કાર્ય માટે સહયોગ કર્યો હતો આ કાર્ય માટે સહયોગ કર્યો હતો. આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટ ના સ્થાપક અને પ્રમુખશ્રી એ દાન દાતાઓનો આભાર માન્યો હતો.
ભાવેશ મુલાણી ભરૂચ.