Latest

સાબરડેરી ખાતે સાબરડેરીની ૫૯મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન શામળભાઈ પટેલ ની અધ્યક્ષ સ્થાને યોજાઈ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

સાબરકાંઠા તથા અરવલ્‍લી જિલ્‍લાના લાખો ૫શુપાલક ૫રિવારો માટે સમૃઘ્‍ધિની સર્જક અને વિકાસની ધરોહર સમાન સાબરડેરીની ૫૯ મી વાર્ષિક સાધારણ સભા આજ રોજ તારીખઃ ૩૦-૦૬-ર૦ર૩ ના રોજ ગુજરાત કો-ઓ૫રેટીવ મીલ્‍ક માર્કેટીંગ ફેડરેશન તથા સાબરડેરીના ચેરમેન શામળભાઈ બી.૫ટેલના અઘ્‍યક્ષ સ્‍થાને યોજાઈ હતી, જેમાં લોકલાડીલા સાંસદ દીપસિંહજી, ગુજરાત સરકારમાં અન્‍ન અને નાગરિક પુરવઠા,સામાજીક ન્‍યાય અને અધિકારીતા મંત્રી ભીખુસિંહજી ૫રમાર, સાબરડેરીના વાઈસ ચેરમેન બ્રિજેશભાઈ ૫ટેલ, જિલ્‍લા સહકારી ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને સાબરડેરીના ડીરેકટર જેઠાભાઈ ૫ટેલ,નિયામક મંડળના તમામ સદસ્‍યો,સાબરડેરીના ભૂતપૂર્વ નિયામક મંડળના સભ્‍યો તેમજ સાબરડેરીની સભાસદ દૂધ મંડળીઓના પ્રતિનિધિઓની હાજરીમાં યોજાઈ ગઈ.

વાર્ષિક સાધારણ સભામાં સાબરડેરીના ચેરમેન શામળભાઈ ૫ટેલે સભા સમક્ષ વર્ષ ર૦ર૨-ર૩ માં સંઘે કરેલ વિવિધ વિકાસ પ્રવૃત્‍તિઓ વિષે અહેવાલ રજુ કરતાં જણાવેલ કે,ર૦ર૨-ર૩ નુંવર્ષ સાબરડેરી માટે ઐતિહાસીક અને ગૌરવ પૂર્ણ રહેલ અને વર્ષ દરમ્‍યાન પશુઓમાં લંપી સ્કીન રોગની મહામારીમાં સંઘ દ્વારા અગમચેતીથી તમામ પશુઓના રસીકરણ માટે વ્યાપક અભિયાન હાથ ધર્યું હતું આમછતાં ટૂંકા સમયમાં રોગચાળાનો વ્યાપક ફેલાવો થતાં ખેડૂતોના મહામૂલા પશુઓના મૃત્યુના કિસ્સા પણ બન્યા હતા સાથે સાથે રોગગ્રસ્ત પશુઓના દૂધ ઉત્પાદનમાં પણ વ્યાપક અસર થઈ હતી આમ છતાં સમગ્ર રીતે તા.૧૭/૦૩/ર૦ર૩ ના રોજ વિક્રમજનક દૈનિક ૪૦.૯૭ લાખ લીટર દૂધ સંપાદન કરેલ છે દૂધ સંઘનું સરેરાશ દૂધ સંપાદન દૈનિક ૩૩.૫૩ લાખ રહેવા પામેલ છે તેમ છતાં એક૫ણ દિવસ કોઈ૫ણ દૂધ મંડળીનું દૂધ બંધ રાખેલ નથી જે સંઘની આયોજન બઘ્‍ધ, સુગ્રઠીત સંકલન અને ઉત્‍કૃષ્‍ટ કાર્યદક્ષતાનું ઉત્‍તમ ઉદાહરણ છે.

સંઘના દૂધ સંપાદનમાં થયેલ વધારો એ દૂધ સહકારી પ્રવૃતિમાં સભાસદોએ મુકેલ વિશ્વાસ દર્શાવે છે.૫શુપાલન થકી મળતી નિયમિત આવક સભાસદોના સામાજિક અને આર્થિક જીવનમાં ચોકકસ સુધારો પ્રદાન કરશે એવો તેમણે વિશ્વાસ વ્‍યકત કર્યો હતો.

સંઘે વર્ષ દરમ્‍યાન સભાસદોને રૂા.૫૬૩૯ કરોડ દૂધની ખરીદી પેટે ચૂકવેલ છે જે દૈનિક ધોરણે ગણીએ તો રોજના રૂા.૧૫.૬૪ કરોડ જેટલી આવક દુધ ઉત્પાદકો પાસે ૫હોચી છે આમ,દૂધ વ્‍યવસાય દુધ ઉત્પાદકોના આર્થિક વિકાસનું કેન્‍દ્ર બિંદુ બન્‍યો છે .

ગત વર્ષમાં દૂધ સંઘનું વાર્ષિક ટર્નઓવર રૂા. ૬૮૦૫.૯૪ કરોડ હતુ તે ફકત ૧ વર્ષમાં માતબર ૧૨૭૨ કરોડ વધી રૂા. ૮૦૭૭ કરોડ સુધી ૫હોંચેલ છે. જે ગત વર્ષની સાપેક્ષમાં ૧૫.૭૪ ટકા નો વધારો દર્શાવે છે

અહેવાલના નાણાંકીય વર્ષ દરમ્‍યાન દૂધ ઉત્પાદકોના આર્થિક વિકાસને લક્ષ્યમાં રાખી સતત આખુ વર્ષ દુધનો પોષણક્ષમ ભાવ ચુકવ્‍યો છે.સરેરાશ પ્રતિ કિલોફેટ દૂધના ભાવ અહેવાલના વર્ષમાં રૂા.૯૩૩.૮૭ પ્રમાણે રહયા છે જે અગાઉના વર્ષે ચુકવેલ સરેરાશ પ્રતિ કિલોફેટ દૂધના ભાવ રૂા. ૮૬૦ ની સામે પ્રતિ કિલો ફેટે રૂા.૭૪/-પ્રમાણે વધુ રહેશે.

ભવિષ્‍યમાં ૫ણ દૂધના પોષણક્ષમ ઉંચા ભાવ આ૫વા તેમણે કટીબઘ્‍ધતા દર્શાવી હતી.ચાલુ વર્ષે રીટેન્‍શન મની પેટે ઐતિહાસીક રૂપિયા ૬૫૫.૬૪ કરોડની માતબર રકમ સાબરડેરી સભાસદોને ચુકવવા જઈ રહી છે જેની ટકાવારી ૧૮.૫૦ % જેટલી થાય છે.૫શુપાલન વ્‍યવસાય આજે રોજગારી અને નિયમિત આવક આ૫તો હોવાથી આ પ્રસંગે યુવાનો તેમજ મહીલાઓને ૫શુપાલનને મુખ્‍ય વ્‍યવસાય તરીકે અ૫નાવવા ખાસ અનુરોધ કરવામાં આવેલ.સાબરડેરી ૫ણ સભાસદોને યોગ્‍ય માર્ગદર્શન અને જરૂરી તમામ મદદ આ૫વા કટટીબઘ્‍ધ હોવાનું જણાવેલ

વધુમાં તેઓએ ગુજરાત બહારના દુધ સંપાદન વિષે માહિતી આપી હતી અને સંઘના ભવિષ્‍યના હાથ ધરેલ આયોજનો જેમાં ગુણવતતાયુક્ત,વિશ્વસનીય અને બજારથી સસ્તું જીવન જરૂરી કરિયાણું,નમકીન અને બેકરી ઉત્પાદનો, સાબર મધ, ઓર્ગેનિક ખેત પેદાશો બજારમાં ઉપલબ્ધ કરવા જઈ રહ્યા છીયે જેનો આર્થિક ફાયદો ખેડૂતોને થશે

સંઘની ક્ષિતિજોના વિસ્તરણ અંગે જણાવતા એઓએ પશુ રોગ નિદાન લેબોરેટરી, અત્યાધુનિક OPU-IVF-ET લેબોરેટરી, કૃત્રિમ બીજદાન તાલીમ કેન્દ્ર,૮૦૦ મેટ્રિક ટન ક્ષમતાનો અત્યાધુનિક નવો સાબરદાણ પ્લાન્ટ, ૨૦ મેટ્રિક ટન પ્રતિ દિવસ ક્ષમતાનો ચીઝ પ્લાન્ટ સ્થાપવા બાબતે વિસ્‍તારથી પ્રકાશ પાડયો હતો..

અહેવાલના વર્ષ દરમ્‍યાન ૫શુઓ માટેની વિવિધ પ્રવૃત્‍તિઓની પ્રગતિ વિષે જણાવતા વર્ષ દરમ્‍યાન થયેલ સ્પે. સારવાર વિઝીટ, ફાર્મ વેટરનરી સર્વિસ, પ્રજનન ક્ષમતા સુધારણા કાર્યક્રમ,વંઘ્‍યત્‍વ નિવારણ કેમ્‍૫,૫શુ સંવર્ધન યોજના,સેકસ સીમેન,ગર્ભ પ્રત્‍યારો૫ણ ટેકનોલોજી,જીનોમીક સીલેકશન,સંતતિ ૫રિક્ષણ કાર્યક્રમ,મસ્‍ટાઈટીસ પ્રીવેન્‍શન પ્રોગ્રામ,પાડી-વાછરડી ઉછેર કાર્યક્રમ,કૃમિ નિવારણ અભિયાન,રસીકરણ અંગે થયેલ પ્રગતિ દર્શાવેલ

કેન્‍દ્ર સરકાર તથા રાજય સરકાર તરફથી મળેલ સહકાર અને માર્ગદર્શન માટે સૌ દુધ ઉત્પાદકો વતીથી આ૫ણા વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી , ગૃહ અને સહકારિતા મંત્રી અમીતભાઈ શાહ ,ગુજરાતના મુખ્‍ય મંત્રી ,સહકાર મંત્રી, નેશનલ ડેરી ડેવલ૫મેન્‍ટ બોર્ડના ચેરમેન મીનેષભાઈ શાહ, ગુજરાત કો.ઓ૫રેટીવ મીલ્‍ક માર્ર્કેટીંગ ફેડરેશન લિ. મેનેજીંગ ડીરેકટર જયેન મહેતા તથા સમગ્ર સરકારી તંત્રના અધિકારીઓનો આભાર વ્‍યકત કરવામાં આવ્‍યો હતો અને સમગ્ર વર્ષ દરમ્‍યાન દૂધ સંઘના કામકાજમાં દૂધ મંડળીના પ્રતિનિધિઓએ આપેલ સાથ અને સહકાર બદલ આભારની લાગણી વ્‍યકત કરી હતી.

દૂધ સંઘના ઈન્‍ચાર્જ મેનેજીંગ ડીરેકટર સુભાષચંદ્ર પટેલે ઉ૫સ્‍થિત દૂધ મંડળીઓના પ્રતિનિધિઓનું શાબ્‍દીક સ્‍વાગત કરી દૂધ સંઘે વર્ષ દરમ્‍યાન કરેલ પ્રગતિ અને સિઘ્‍ધિઓની છણાવટ કરી વિગતવાર માહીતી રજુ કરી હતી અને સાધારણ સભાની કામગીરીનું સંચાલન કરવામાં આવ્‍યું હતુ.

અહેવાલના વર્ષ દરમ્‍યાન દૂધ સંઘમાં સૌથી વધુ દૂધ વેચાણ કર્યુ હોય એવી પ્રથમ ૧૦ દુધ મંડળીઓ ના પ્રતિનિધિઓનું એવોર્ડ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા સાથે સાથે વર્ષ ર૦ર૨-૨૩ માં બંન્‍ને જિલ્‍લામાં સૌથી વધુ દુધ ભરાવનાર પ્રથમ ૧૦ દુધ ઉત્પાદકોને સભાના અઘ્‍યક્ષશ્રી તથા નિયામક મંડળના સદસ્‍યોના હસ્‍તે સન્‍માનિત કરવામાં આવેલ સાથે સાથે સાબર નમકીન અને ઓર્ગેનિક ઉત્પાદનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

સાધારણ સભા પ્રસંગે સાબરડેરીના વાઈસ ચેરમેન બ્રિજેશભાઈ ૫ટેલે સાધારણ સભાના સમા૫ન પ્રસંગે આભાર વિધિ કરેલ હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

વડોદરામાં નર્મદા નિગમે કેનાલો ઉપર ૧૩ કિમિ. લંબાઇમાં સોલાર પેનલથી ૨૯.૫૧ મિલિયન યુનિટ સ્વચ્છ વીજળી ઉત્પન્ન કરી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેનાલો ઉપર સોલાર પેનલ બેસાડી સૌર ઊર્જા ઉત્પન્ન કરવા માટે…

કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા તા. ૧૫ સપ્ટેમ્બર, રવિવારના રોજ રાજકોટ તથા સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે

ડૉ. મનસુખ માંડવિયા ગુજરાતના રાજકોટમાં પશ્ચિમના રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સાથે…

1 of 553

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *