કપિલ પટેલ દ્વારા અરવલ્લી
28 જૂન 2023ને બુધવારના રોજ બપોરના 3.00 વાગ્યે વિવેકાનંદ હૉલમાં ધોરણ 6 to 12th ના તમામ કૈડેટ્સની હાઉસ વાઈસ ઈન્વેસ્ટીચર સેરેમની યોજાઈ. ભારતીય સૈન્યના પરમવીર ચક્ર વિજેતા ભારત દેશના અસલી હીરોના નામ પરથી છ હાઉસના નામકરણ રાખવામાં આવેલ છે.
જેમ કે આલબર્ટ ઈક્કા હાઉસ, કરિઅપ્પા હાઉસ,ખેત્રપાલ હાઉસ, માનેકશૉ હાઉસ, સોમનાથ હાઉસ અને વિક્રમ હાઉસ એમ છ હાઉસમાં વિદ્યાર્થીઓનું વિભાજન કરીને વિદ્યાલયમાં આંતર હાઉસ સ્પર્ધાઓ યોજવામાં આવે છે. દર મહિનાની આખર તારીખે દરેક પ્રવૃત્તિમાં જે હાઉસ વધારે પ્રાપ્તાંક મેળવે તે હાઉસનો ફ્લેગ સૌથી ઊંચા સ્થાને ફરકાવવામાં આવતો હોય છે.
તો દરેક હાઉસના ઇન્ચાર્જ શિક્ષકો, ACC, Dy. ACC, ત્રણેય વીંગના કપ્તાન અને ઉપ કપ્તાનને આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન દ્વારા શપથ ગ્રહણ કરાવવામાં આવે છે.
માનવંતા મહેમાનના વરદ હસ્તે હવન અને દીપ પ્રાગટ્યથી કાર્યક્રમની શુભ શરૂઆત કરવામાં આવી. મંચસ્થ મહેમાનોનો પરિચય અને સ્વાગત કરી હાઉસ પ્રમાણે દાયિત્વ મેળવેલ તમામ લોકોને શપથ લેવડાવવામાં આવ્યા. દરેક હાઉસના નારા તૈયાર કરી ઘોષણા કરવામાં આવી.
શાળાના આચાર્ય હાર્દિક જોશીજીએ કેડેટ્સને પરમવીર ચક્રની માહિતી આપી વિવિધ રેજીમેન્ટ્સની માહિતી અને ખાસિયતો જણાવી હતી. મેનેજર સંજય વશિષ્ઠજીએ વિદ્યાર્થી કાળથી જ સૈનિક લાઈફનું ધ્યેય સામે રાખીને વિદ્યાભ્યાસ સાથે ડ્રીલ, પરેડ, ઓબ્સટેકલ,દોડ અને વિવિધ રમતોમાં હંમેશાં અગ્રેસર બની રહેવા માટે અરુણીમા સિન્હાનું ઉદાહરણ આપી પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. જે કેડેટ્સને દાયિત્વ મળ્યા છે તેમનામાં લીડરશીપ વિકસે તે માટે વિશેષ ઉદાહરણો જણાવ્યાં હતાં.
એડમિનિસ્ટ્રેટર સમરજીત યાદવ અને ડ્રીલ ઇન્સ્ટ્રક્ટર હવાલદાર સોહન ભટ્ટજીએ સૈન્યની સ્વયંશિસ્ત અને લક્ષ્યની વાત કહી જોશ પૂરું પાડ્યું હતું. તમામ શિક્ષક અને ગૃહપતિઓએ વિદ્યાર્થીઓને જોરદાર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. સમગ્ર કાર્યક્રમની રૂપરેખા ઓલ ઓવર હાઉસ ઇન્ચાર્જ રોહિતભાઈ ચૌધરીએ તૈયાર કરી હતી. સફળ મંચ સંચાલન શૈલેષભાઈ સોલંકીએ કર્યું હતું. સાજ સજ્જા અને સુશોભન આર્ટ ટીચર પ્રવિણભાઇ સુથારે કર્યું હતું.
કેટલીક અગત્યની સુચનાઓના અંતે દીપકભાઈએ સૌનો આભાર માનીને કાર્યક્રમ સંપન્ન થયેલો જાહેર કર્યો હતો.