સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ વડા હરેશ દુધાત ના માર્ગદર્શન હેઠળ ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત ના માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા સીટી તથા ગ્રામ્ય વિસ્તારોમાં શરીર સંબંધીત તથા મહિલા અત્યાચારોના ગુનાઓને અંજામ આપી નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે
ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જે એસ ઝામ્બરે દ્વારા સીટી પોલીસ મથકના પોસ્કો એકટના ગુનાનો 4 માસથી ફરાર આરોપીને પકડી પાડવા ટીમ બનાવી તપાસ હાથ ધરેલ ત્યારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકેના પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ રવજીભાઈ શેખવાને મળેલ બાતમીના આધારે તથા ટેકનીકલ શોશીસ , હ્યુમન સોસીસના આધારે ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર જે એસ ઝામ્બરે , જી.આર ઝાલા , એસ.એસ મકરાણી , અશોકભાઇ શેખવા , યુવરાજસિંહ સોલંકી , નિલેશભાઈ પિત્રોડા , પ્રતાપસિંહ રાઠોડ તથા મહીલા કોન્સ્ટેબલ દક્ષાબેન પરમાર સહિત સ્ટાફે સુરજભાઈ મુકેશભાઈ સોલંકી જાતે રાવળદેવ રહે ધ્રાંગધ્રા નારાયણ સમાધી વાળાને મોરબી મુકામેથી આરોપીને દબોચી આગળની કાર્યવાહી હાથ ધરી
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા