શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી ખાતે દાંતા તાલુકાનું સૌથી મોટું આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ આવેલું આ હોસ્પિટલમાં હાલમાં કામગીરી ઘણી સારી જોવા મળી રહી છે.ગુજરાત સરકાર દ્વારા વિવિધ આરોગ્ય સેવાઓ જન-જન સુધી પહોંચે તે માટે તેમજ પી.એમ.જે.વાય.હેઠળ દદિૅઓ નિ:શુલ્ક સારવાર મળે તે માટે સરકારશ્રી દ્વારા હોસ્પિટલોને વારંવાર સૂચના આપવામાં આવે છે.
આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ, અંબાજી ખાતે છેલ્લા ચાર મહિનાથી પી.એમ.જે.વાય.યોજના હેઠળ કાડૅ કાઢી આપવામાં આવે છે.
તેમજ તેના થકી દદિૅઓ મફત સારવાર તેમજ ઓપરેશન કરી આપવામાં આવે છે, અગાઉ ઘણા દદિૅઓના સર્જીકલ ઓપરેશન ડો.મનસુખ પટેલ જનરલ સજૅન દ્વારા પી.એમ.જે.વાય.યોજના હેઠળ કરવામાં આવેલ છે. આજ રોજ તારીખ ૧૩/૦૭/૨૦૨૩ ના રોજ પી.એમ. જે.વાય કાર્ડ હેઠળ દદિૅનુ નામ (૧) રાકેશભાઈ ચંદુભાઈ બેગડીયા ,ઉંમર 30 વર્ષ (૨) રાકેશ ભાઈ ગમાર, ઉંમર 20 વર્ષ ગોદીખાણા પોશીનાનું પી.એમ.જે.વાય.કાર્ડ હેઠળ ડો. નેહાલ બારોટ, ઓર્થોપેડિક સર્જન તેમજ ડો. વાય. કે. મકવાણા, અધિક્ષક વર્ગ-૧ દ્વારા એનેસ્થેસિયા સર્વિસ પૂરી પાડીને મફત ઓપરેશન કરેલ છે.
:- અગાઉ દર્દીઓને 30 હજાર રૂપિયા લાગ્યા હતા :-
કનુભાઈ બકાભાઇ ગમારના કહ્યા પ્રમાણે અગાઉ તેમનુ ઓપરેશન સપ્ટેમ્બર માસમાં કરવામાં આવ્યું હતું. તેમાં તેમનો ખર્ચ ₹30,000 થયો હતો. પરંતુ આજે પી.એમ.જે.વાય.કાર્ડ હેઠળ મફત ઓપરેશન થતાં તેઓએ હોસ્પિટલના ડોક્ટર અને સ્ટાફનો આભાર માન્યો હતો .કેમ કે આ ઓપરેશન ખર્ચ ખાનગી હોસ્પિટલમાં રૂપિયા 30 થી 40 હજાર થતો હોઈ તેમની પરિસ્થિતિ પ્રમાણે પોશાય તેમ ન હતું. હાડકાના ઓપરેશન પી.એમ.જે.વાય હેઠળ આ હોસ્પિટલમાં ડૉ. નેહાલ બારોટ આવ્યા પછી ફ્રી માં થાય છે અને દદિૅઓને પણ ઓપરેશનનો લાભ પી.એમ.જે.વાય હેઠળ મળે છે.
અંબાજી પ્રહલાદ પૂજારી