અમદાવાદ: શહેરનો પશ્ચિમ વિસ્તાર વિકાસની ગાથાએ ઝડપથી હરણફાળ ભરી રહ્યો છે ત્યારે પશ્ચિમની સાથે સાથે પૂર્વ વિસ્તારમાં પણ વિકાસ વધુ વેગીલો બની વિસ્તૃત સુવિધા સાથે વિકાસ પામે તે હેતુને ધ્યાનમાં રાખી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસના પ્રોજેકટરૂપી ગિફ્ટ સીટી રોડ પર અમદાવાદ હિંમતનગર હાઈવે, ગાંધીનગર ખાતે
વ્યાસ એન્ડ વ્યાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા સુપર ઇસ્ટ અમદાવાદ નામનો પ્રોજેકટ લોન્ચ કરવામાં આવ્યો હતો. જેમાં આ પ્રોજેક્ટના કર્તાહર્તા હિરેનભાઈ વ્યાસ સાથે મહાનુભવમાં ડૉ હસમુખભાઈ સોની ગુજરાત હાઈવે બોર્ડ, ગુજરાત રાજ્યના ચેરમેન, મીનેશ વ્યાસ, બીરેન ડેલીવાળા સહિત વિશેષ અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા.
સુપર ઇસ્ટ અમદાવાદના પ્રોજેકટ વિશે હિરેન વ્યાસ દારા જણાવવામાં આવ્યું હતું કે જેમ પશ્ચિમ વિસ્તાર સુખ સંપન્ન સુવિધાઓ સાથે વિકાસ કરી રહ્યો છે તેવી જ સુખ સુવિધા પૂર્વ વિસ્તારમાં પણ લોકોને ઝડપી મળી રહે તેવી ખેવના સાથે આ પ્રોજેકટ લોકો સમક્ષ મુકવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં જ આ પૂર્વ વિસ્તારમાં સારી અને ઝડપી સુવિધા સાથેની હોસ્પિટલો, ક્લબ અને બીજી ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી અહીં વિકાસ પામે તે અર્થે એમઓયુ કરવામાં આવેલ છે જેથી આ પૂર્વ વિસ્તાર પણ ઝડપથી વિકાસ સાથે ધબકતો થાય અને લોકો રોજગાર સાથે સાથે પૂર્વ વિસ્તાર પણ પશ્ચિમ વિસ્તારની સાથે પ્રગતિશીલ બને તેવી અમારી નેમ છે.
બીજી તરફ આ સુપર ઇસ્ટ અમદાવાદના પ્રોજેકટને ડો હસમુખ સોની દ્વારા સરાહનીય ગણાવવામાં આવ્યો હતો અને તેમને વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની મહામારીમાં આ વિસ્તારમાં એક આયુર્વેદ પાર્કનું પણ આયોજન તેવી ઈચ્છા પણ જાહેર કરવામાં આવી છે જે ખરેખર ખૂબ પ્રસંશનીય વાત કહી શકાય અને આ ઉમદા કાર્ય બદલ તેઓ દ્વારા આ પ્રોજેકટની ટીમને શુભેચ્છઓ પાઠવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત રહેનાર મહાનુભાવો મહેમાનો દ્વારા તેમના વિવિધ પ્રતિભાવો રજૂ કરતા આ સુપર ઇસ્ટ અમદાવાદના પ્રોજેકટને અસરકારક અને સરાહનીય ગણાવ્યો હતો.