માનનીય વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી તથા ગુજરાત સરકાર દ્વારા વિકાસ માટે અનેક વિધ કાર્યો હાથ ધરેલ હોય સુરેન્દ્રનગર જિલ્લા ના ધાંગધ્રા શહેર ખાતે વિકાસ તો માત્ર ચોપડા ઉપર હોય તેવું દેખાય રહ્યું છે
ધ્રાંગધ્રા શહેરના ચેરમાળીયા મંદિર થી 9 જેટલી સોસાયટીને જોડતુ એકમાત્ર નાળુ છે છેલ્લા આ વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા મળતી માહિતી મુજબ ચરમાળીયા મેદાન પાસે નવી સોસાયટી ઉપરાંત તાલુકા પંચાયત લાઇબ્રેરી અને હોસ્પિટલ પણ આવેલ છે
અહીંયા જૂનું પૌરાણિક મહાદેવનું મંદિર બાળકોને અભ્યાસ અર્થે શાળા પણ આવેલી છે આ તમામ જગ્યાએ જવા માટેનો એકમાત્ર રસ્તો જ્યાં નાળુ આવેલ છે જે રસ્તાના નાળામા ચોમાસા દરમિયાન માત્ર સામાન્ય વરસાદ પડતા જ ભરાઈ જાય છે જે વરસાદી પાણીનો યોગ્ય કોઈ નિકાલ ન થવાથી રહીશોને ગંદા પાણી માંથી પસાર થવું પડે છે
છેલ્લા 10 થી 15 વર્ષથી સ્થાનિક રહીશો આ સમસ્યા ભોગવી રહ્યા છે જ્યારે સ્થાનિક રહીશો પાસેથી મળતી માહિતી મુજબ આ બાબતે અનેક વખત નગરપાલિકા તંત્રને લેખિત તેમજ મૌખિક રજૂઆત કરવા છતાં પણ પાલિકા તંત્ર જાણે કુંભકર્ણ ની નિંદ્રામાં પોઢતુ હોય તેવું સ્પષ્ટપણે કહી શકાય એક બાજુ વિકાસની વાતો કરતું પાલિકા તંત્ર ના ધ્યાને કદાચ આ નાળુ નહીં આવતું હોય તેવા સવાલો પણ સેવાઇ રહ્યા છે
જ્યારે જોવાનું એ રહેશે કે શું પાલીકા તંત્ર આ સ્થાનિક લોકોની રજૂઆતને ધ્યાનમાં લઇ યોગ્ય કાર્યવાહી કરશે કે પછી પ્રજા આવી જ રીતે હાલાકીઓ વેઠતી રહેશે જ્યારે આ બાબતની મીડિયા ને જાણ થતાં પાલીકા જેસીબી મશીન દ્વારા પાણીનો નિકાલ કરવા માટે દોડી ગયું પરંતુ ફરી વરસાદ પડે તો સ્થિતિ આવી ને આવી ઉભી રહે છે સ્થાનિક રહીશો ની માંગ છે કે પાલીકા તંત્ર દ્વારા આ નાળાની યોગ્ય રીતે સફાઈ તથા નિકાલ માટે કાયમી ધોરણે કામગીરી હાથ ધરે તેવી લોક માંગ ઉઠવા પામી છે
બ્યૂરો રિપોર્ટ જયેશ કુમાર ઝાલા સાથે દિનેશ ગાંભવા ધ્રાગધા