પુ. મોરારીબાપુના વ્યાસાસને જ્યોતિર્લિંગ કથા કે જે ભારતના મુખ્ય બાર જ્યોતિર્લિંગમાં એક એક દિવસ માટે જેનું ગાન થવાનું છે. તેનો આરંભ આજે 22 જુલાઈના રોજ હિમાલયના 11,755 ફૂટની ઊંચાઈ પર આવેલા કેદારનાથ મહાદેવ ખાતેથી થયો.
પુ.મોરારીબાપુ એ કહ્યું કે ત્રિભુવનનાથ એટલે કેદારનાથ,બદ્રીનાથ અને પશુપતિનાથ.તેને સત્ય પ્રેમ અને કરુણા તરીકે ઓળખાવી શકાય આવાં દુર્લભ આયોજનના મનોરથી તરીકે મહાદેવ જ ગણાય. આ ત્રણેય નાથનો જે આશ્રય કરે તે ક્યારેય અનાથ રહેતો નથી. કેદારનાથ ત્રણ પ્રકારનું જીવન આપે છે ભદ્ર, ભાવ જીવન અને પૂર્ણ જીવન.કેદાર શીતળતા આપે છે.
રામકથા ક્રમમાં આ ક્રમ ખરેખર 921 આવે છે. પરંતુ 900મી કથાનો ક્રમ વચ્ચેથી બાકી રાખવામાં આવ્યો હતો.તે આ એક ખૂબ દુર્લભ કથા કહી શકાય તેને આપવામાં આવ્યો છે.તેથી તેનું નામાભિધાન માનસ નવસો (દ્વાદશ જ્યોતિર્લિંગ)કરવામાં આવ્યું છે. છેલ્લી કથા 920 ના ક્રમની અમેરિકાના બોસ્ટનમાં યોજાય હતી. આ કથા સ્પેશિયલ ટ્રેન દ્વારા યોજાઈ રહી છે.આજે કથા પૂરી થયાં પછી પોથીજી પછીની કથા કાશી વિશ્વનાથ મહાદેવના સાનિધ્યમાં તારીખ 24 જુલાઈના રોજ થવાની છે તેના માટે પ્રસ્થાન કરી ગયા.
કેદારનાથમાં આજે વાતાવરણ હવાઈ ઉડાન માટે ખૂબ અનુકૂળ નહોતું તેથી કથાના ફ્લાવર્સ અને સૌ કોઈને હવાઈ ઉડાન માટે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
રિપોર્ટ તખુભાઈ સાંડસુર વેળાવદર