શક્તિ,ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું છે.શક્તિપીઠ અંબાજી દેશ,વિદેશમાં જગવિખ્યાત છેસાથે સાથે લાખો કરોડો ભકતોની આસ્થાનું પ્રતિક છે, અંબાજી મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તો ઘંટારવ કરી શકતા ન હતા,
આ બાબતે અંબાજીના જાગૃત નાગરિક સુનીલ બ્રહ્મભટ્ટ દ્વારા ઉચ્ચકક્ષા સુધી રજૂઆત કરવામાં આવી હતી અને લોકોમાં જાગૃતિ આવે તે માટે સોશિયલ મીડિયામાં પણ પોસ્ટ મૂકવામાં આવી આ બાબતની ગંભીરતા સમજીને યાત્રાધામ અંબાજીમંદીર ખાતે ભક્તોની આસ્થાને ધ્યાને રાખી દેવસ્થાન ટ્રસ્ટે મંદિર ચાચરચોકમાં ઘંટનાથ ફરી કરી શકે માટે દર્શનપથ મા આજે સાંજે લગાવ્યા હતા. ઘંટ છેલ્લા ઘણા વર્ષોથી યાત્રિકો અને ગ્રામજનો માતાજીના ચાચર ચોકમા માં અંબા સમક્ષ ઘંટરાવ કરી શકે તેવી વ્યવસ્થા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
છેલ્લા ઘણા સમયથી ગ્રામજનો અને યાત્રિકો દ્વારા ચાચર ચોકમાં ઘંટારવ કરી શકે તેવી વ્યવસ્થા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે તેવી માંગણી ઉઠી હતી અને આ વિષય યાત્રિકો અને ગ્રામજનોની આસ્થા, શક્તિ અને ભક્તિ સાથે જોડાયેલો હતો
ત્યારે દેવસ્થાન ટ્રસ્ટે પણ ભક્તોની આસ્થા, શક્તિ અને ભક્તિ જોઈ ચાચરચોકમાં ઘંટરાવ કરી શકે તેવી વ્યવસ્થા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. આજે માં અંબાનો રવિવાર છે અને ભકતો ધંટારવ વગાડીને મંદિરમાં પ્રવેશ કરી રહ્યા છે.
અંબાજી પ્રહલાદ પૂજારી