લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તમામ વિસ્તારમાં સુવિધા આપવા માંગ કરવામાં આવી
લખતર ગામના મફતિયાપરા ભૈરવપરા કેન્ટીનપરા શ્રેયાશ સોસાયટી કૃષ્ણનગર ભરવાડવાસ કોલીવાસ વણકરવાસ રેલવે સ્ટેશન પાસેના પરા વિસ્તારમાં કાદવકીચડ સાથે ઘણા સમયથી સુવિધાનો અભાવ હોય જનઆક્રોશ ફાટી નીકળ્યો હતો
આથી લખતર ગામ બંધ સાથે મૌનરેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ આજે લખતર ગામ સજ્જડ બંધ રહેવા સાથે લખતરના ઉગમણા દરવાજાથી લખતર તાલુકા પંચાયત સુધી મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
આ રેલી લખતર ગામના તમામ વિસ્તારના લોકો સહિત લખતર ગામના નાગરિકો પણ જોડાયા હતા રેલી યોજી લખતર તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી તેમના વિસ્તારમાં કાદવકીચડ દૂર કરવા સાથે લાઈટ પાણી પાણી લીકેજ રોડ રસ્તા સહિતની સુવિધા આપવા માંગ કરવામાં આવતા ચકચાર મચી જવા પામી હતી
રિપોર્ટર વિજય જોષી લખતર