ધાંગધ્રા ના રણકાંઠાના વિસ્તારોમાં મીઠું પકવતા અગરિયાઓની સોજી રોટી જીવા દોરી સમાન મીટર ગેજ લાઈન હતી જે બ્રોડગેજ લાઈનમાં પરિવર્તનના થતા રણ વિસ્તારમાં પાકેલ મીઠું દેશ-વિદેશ માં મહત્વના સ્થળે રેલ માર્ગેથી નિકાસ કરવામાં આવતું હતું અંદાજિત 30 વેગનો અહીં કુડા રેલવે સાઈડિંગમાંથી મીઠા ઉધોગ સાથે જોડાયેલા લોકોને રોજી રોટી પૂરી પાડવામાં આવતી હતી
એક રેન્ક મીઠાનો ભરાઈ એટલે 43 ડબ્બા ની માલગાડી ભરાઈ જે મીઠું કુડા થી યુ.પી બિહાર નેપાળ પુર્વોતર ના રાજ્યો સુધી દેશભરમાં નિકાસ થતી હતી મહત્વની વાત કે કુડા રેલ્વે સાઈડિંગ માંથી પશ્ચિમી રેલવે ને પૂરતા પ્રમાણમાં માલવાહક વેગનો રેન્ક ભરાતો નથી નુરભાડા ની રેલવે ને ખોટ પણ પડે છે વર્ષ 2013 14 માં સુધીમાં મીઠાના વેગ ભરાવા માટે માલવાહક માટે વર્ષો જૂની કાર્યરત કુડા રેલવે સેન્ડિંગ બંધ કરી દેવામાં આવી હતી
વર્ષ 2017 18 માં પણ બ્રોડગેડ લાઈન ના પાટા કાઢી નાખતા મીઠા ઉદ્યોગ ની ઔદ્યોગિક વિકાસ નિકાસની કમર તુટી જતા મીઠા ઉદ્યોગ સાથે સંકળાયેલ હજારો શ્રમિકો ની હાલત કફોડી બની હતી ફરીથી ઔદ્યોગિક વિકાસ ને અનુલક્ષી રેલવે લાઈન ફરી મીઠાના નિકાસ માટે શરૂ થાય આ ઉપરાંત ધારાસભ્ય દ્વારા તાજેતરમાં જ ઉદ્યોગિક વિકાસ ના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લા ઔદ્યોગિક દ્વારા સેમિનાર પણ યોજાયો હતો મીઠા ઉદ્યોગ ને ફરી પ્રોત્સાહન મળે તે હેતુસર ધારાસભ્ય પ્રકાશભાઈ રાજ્ય સરકાર શ્રી રજૂઆત કરવામાં આવી હતી
બ્યૂરો રિપોર્ટ દિનેશ ગાંભવા સાથે જયેશકુમાર ઝાલા ધ્રાંગધ્રા