કપિલ પટેલ દ્વારા અરવલ્લી
કોટેજ હોસ્પિટલ ભિલોડા ખાતે તા :-૨૩/૦૭/૨૦૨૩ ના રવિવારના રોજ ૦૧:૩૦ કલાકે પેશન્ટ દેવ્યાંગીબેન મોડીયા ને
ડીલીવરીનો દુખાવો ઉપડતાં કોટેજ હોસ્પિટલ ભિલોડામાં દાખલ કરવામાં આવ્યા હતા લગભગ ૭:૦૦ થી ૮:૦૦ વાગ્યાની આસ-પાસ બાળક નીચે આવી ગયેલ હતું.
પેશન્ટ નોર્મલ ડીલવારી કરાવવા માટે પૂરો સહકાર આપતું ન હતું. અને વરસતા વરસાદમાં ગાયનેકોલોજીસ્ટ અને એનેસ્થેટીસ્ટ રજા પર હોવા છતાં ડિસ્ટીક રેસીડન્સી પ્રોગ્રામ અંતર્ગત પોસ્ટિંગ થયેલ બીજા વર્ષના સોલા સીવીલના રેસીડેન્ટ ડો.ભૂમિ જીવાણી, મેડિકલ ઓફીસર ડો. દીપીકા રાવલ, સ્ટાફ બ્રધર વિશાલ પ્રજાપતી, સ્ટાફ સિસ્ટર એસ.એન. ગામેતી એ દર્દી તથા દર્દીના સગાને નોર્મલ ડીલેવરી માટે સમજાવ્યા હતા તેમ છતાં દર્દી સહકાર આપતું ન હોવાથી ઓન કોલ ગાયનેકોલોજીસ્ટ ડો. કે. પલીત ને તમામ પરિસ્થીતી ની જાણ કરતાં તેમણે સીઝેરીયન માટે સલાહ આપેલ હતી.
જેમાં એનેસ્થેટીસ્ટની વ્યવસ્થા માટે સુપરીટેન્ડેન્ટ ડો.હિનાબેન શાહને તમામ પરિસ્થીતીની જાણ કરતાં એનેસ્થેટીસ્ટની ખુબજ ટૂંક સમયમાં વ્યવસ્થા કરી આપેલ હતી. તે દરમ્યાન ડો.ભૂમિ દ્વારા ખુબજ નીડરતા અને સાહસિકતા પુર્વક સમજાવી દર્દીની નોર્મલ ડીલેવારી કરવામાં
આવેલ હતી. અને માતા અને બાળક બંન્નેને સીઝેરીયન વગર સફળતા પૂર્વક બચાવવામાં આવ્યા હતા. અને બંને હાલમાં તંદુરસ્ત છે અને કોઈ તકલીફ નથી.