કેવીકે ગીર સોમનાથ દ્વારા તા.૧૬ થી ૨૨ ઓગસ્ટ ૨૦૨૩ દરમિયાન પાર્થેનીયમ વીકની ઉજવણી કરવામાં આવતી હતી. ખેતરમાં ઠેર ઠેર જોવા મળતા પાર્થેનીયમને ગાજર ઘાસ કે કોંગ્રેસ ઘાસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ નિંદામણ ખુબ જ હઠીલુ તેમજ ખેતિ પાકો, પશુ, પર્યાવરણ અને મનુષ્યને નુકશાનકર્તા હોય તેનો યોગ્ય નિકાલ કરવો ખુબ જરૂરી છે. આ હેતુથી ભાક્રુઅનુપ-ડાયરેક્ટરેટ ઓફ વીડ રિસર્ચ સ્ટેશન જબલપુરના માર્ગદર્શન હેઠળ કેવીકે ગીર સોમનાથ દ્વારા ગાજર ઘાસ સપ્તાહની ઉજવણી જિલ્લાના વિવિધ ગામડાઓ જેવા કે અરણેજ, સુત્રપાડા, વિઠલપુર, ઝાંખિયા તેમજ કેવીકે કેમ્પસ ખાતે કરવામાં આવી હતી.
આ જાગ્રુતિ અભિયાનમાં ૧૩૮૦ જેટલા ખેડુત ભાઇઓ-બહેનોએ ઉત્સાહ્ભેર ભાગ લીધો હતો. આ સમગ્ર સપ્તાહને સફળ બનાવવામાં કેવીકેની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી તેમ કેવીકેના વિષય્ નિશ્ણાંત પૂજાબેન નકુમે જણૅઅવ્યુ હતુ.