સરકાર ના સ્વચ્છ ભારત અભિયાન ને અનુસરતી GSRTC દ્વારા પણ નિગમ ના તમામ ડેપો/બસ સ્ટેશનો ની સઘન સફાઈ રહે અને આવનાર મુસાફર જનતા ને સ્વચ્છ બસ સ્ટેશન અને સ્વચ્છ બસ દ્વારા જ મુસાફરી કરાય એ અભિગમ ને પાર પાડવા નિગમ દ્વારા સ્વચ્છતા શ્રમ રથ નું આયોજન કરવા મા આવ્યું હતું.
જે બનાસકાંઠા ના તમામ પોઇન્ટ, બસ સ્ટેશન અને જાહેર જગ્યા એ જઈ લોક જાગૃતિ માટે પ્રચાર પ્રસાર કરશે અને સ્વચ્છતા ના સરકાર નાં મિશન ને પાર પાડવામાં મહત્વનો ભાગ ભજવશે.
આજે તારીખ 25/08/2023 ના. રોજ 11.30 કલાકે આ સ્વચ્છતા શ્રમ રથ અંબાજી બસ સ્ટેશન ખાતે આવ્યું હતું. જ્યા સફાઈ કર્મીઓનું સન્માન અને શેરી નાટક નું આયોજન કરાયું હતું.
મોટી સંખ્યા મા લોકો અંબાજી બસ સ્ટેશન મા આવી સ્વચ્છતા શ્રમ રથ નું સ્વાગત કર્યું હતું તો સાથે સાથે સ્વચ્છતા શ્રમ રથ મા ભારત માતા ના સ્ટેચ્યુ નું સન્માન કરી રથ ની યાત્રા સફળ ની કામના કરી હતી. સ્વચ્છતા શ્રમ રથ નું સ્વાગત સાથે કાર્યક્રમ ને સફળ બનાવવા માટે અંબાજી ડેપોના પ્રતિનિધિ તરીકે ડેપોમેનેજર , gsrtc ના કર્મચારી સહિત ભાજપ ના હોદેદારો અને કાર્યકર્તાઓ સાથે ગ્રામજનો હાજર રહ્યા હતા.
અંબાજી પ્રહલાદ પૂજારી