શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી શક્તિપીઠ ની વાત કરવામાં આવે તો આ શક્તિપીઠ ગુજરાત રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે.
અંબાજી ખાતે મોટી સંખ્યામાં ભક્તો ધજા અને સંઘ લઈને આવતા હોય છે. દાંતા તાલુકો ગુજરાતનો સરહદ તાલુકો છે અને આ તાલુકામાં અંબાજી તીર્થ સ્થળ આવેલ છે માં અંબા નું પ્રાચીન મંદિર પણ તાલુકામાં આવેલ છે ત્યારે શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ આમંત્રણ રથ મોટાસડા ગામે પહોંચ્યો હતો આપણા દાદા આપણા શહેરમાં આ રથનુ રાજપુત યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાળંગપુર થી કષ્ટભંજન દેવની યાત્રાનું સ્વાગત મોટાસડા મુકામે શનિવારે આવેલ ત્યારે આ ગામના રાજપૂત યુવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. જેમા દિયોલ હિંમતસિંહ, બારડ જયદીપ સિહ,ગેલોત રણજીત સિંહ,બારડ કિરીટસિંહ, બારડ શ્રવણ સિહ,ડોડીયા કિરીટસિંહ અને ગેલોત બાબુસિંહ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.અંબાજી પ્રહલાદ પૂજારી