જીએનએ મહેસાણા: ગુજરાતની આંગણવાડીના ૧૫ લાખથી વધુ બાળકો ટેક હોમ રાશન (THR) દ્વારા મેળવે છે પોષણયુક્ત આહાર . રાજ્યની ૬ લાખ સગર્ભા અને ધાત્રીમાતાઓ તેમજ ૧૧ લાખ કિશોરીઓને પણ આપવામાં આવે છે ટેક હોમ રાશન.
બાળકો અને મહિલાઓના વધુ સારા પોષણ માટે આયુષ ટેક હોમ રાશન (THR) — ‘સુપોષિત ભારત, સાક્ષર ભારત, સશક્ત ભારત’ના થીમ સાથે ૧ થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન ભારત ઉજવી રહ્યું છે ‘રાષ્ટ્રીય પોષણ માહ’, જેમાં ગુજરાત રાજય અને મહેસાણા જિલ્લો પણ સક્રિય ભાગ લેશે …
જે પૈકી આજરોજ પોષણ માહ અંતર્ગત મહેસાણા જિલ્લામાં વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. મહેસાણા નંદાસણ ઘટકમાં આજરોજ તેમજ પૂરક પોષણ આહારની રંગોળી, ફળ અને તેનું પોષણમાં મહત્વ આ બાબતે ચિત્ર અને રંગોળી દ્વારા બાળકો તેમજ વાલીઓને સમજણ આપવામાં આવી હતી. આ ઉપરાંત બાળકોમાં હાથના પંજા દ્વારા વિવિધ પશુ પક્ષીઓ ના ચિત્ર કેમ બને તે સમજણ પણ આપવામાં આવી હતી. આંગણવાડીની કાર્યકર બહેનોએ મીલેટ્સ ના તેમજ અનાજ અને કઠોળના લાભ બાબતે પણ જનજાગૃતિ ફેલાવી હતી.
રાષ્ટ્રીય પોષણ માહ અંતર્ગત જિલ્લાની આંગણવાડીઓમાં “પોષણ ભી પઢાઈ ભી “તેમજ “મીલેટ્સ યર “ અંતર્ગત બાળકોને ચિત્રો રંગોળી અને જાડા ધન અંગેની સમજણ પૂરી પાડવામાં આવી હતી.“પોષણ ભી પઢાઈ ભી “તેમજ “મીલેટ્સ “ આ બે વિષય ઉપર જિલ્લાની આંગણવાડીઓ અને નંદ ઘરમાં પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી એમ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર જીજ્ઞાબેન દવે અને તેમના કાર્યકરો દ્વારા જણાવવામાં આવ્યું હતું.