Breaking NewsCrime

અલંગ સોસીયા યાર્ડ પ્લો ટ નંબર. વી.૭ માં તાંબા પીતળની ચોરીનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને સથરા ચોકડીથી કી.રૂ.૪૬,૨૦૦/-ના મુદામાલ સાથે પકડી લેતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભાવનગર

ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી. અશોક કુમાર યાદવ સાહેબના માર્ગદર્શન અને સુચના મુજબ  ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફ નાં માણસોને ભાવનગર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં બનતા ઘરફોડ ચોરીના અન ડીટેકટ ગુન્હાઓ તથા વાહન ચોરીના ગુન્હા ઓ ડીટેકટ કરવા માટે સખ્ત સુચના આપેલ.જે સુચના આઘારે આજરોજ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ભાવનગર ગ્રામ્ય વિસ્તાર માં અનડીટેકટ ગુન્હાની  હકિકત મેળવવા શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન અલંગયાર્ડ મહાકાળી ચોક પાસે આવતાં સાથેના પો.કો. અરવીંદ ભાઇ બારૈયા ને ખાનગી બાતમીરાહે હકિકત મળેલ કે,અગાઉ શીપમાં ચોરીઓ ના ગુન્હા માં પકડાયેલ હોય તે પ્રવિણ ઉર્ફે નનુ રહે. જસપરા માંડવા તથા સંજયભાઇ દીહોરા રહે.સોસીયા તથા નિલેશભાઇ દીહોરા રહે. સોસીયા આ ત્રણેય ઇસમોએ સોસીય યાર્ડ શીપ માંથી તાંબા પીતળના વાલ તથા વાયરની ચોરી કરી મુદામાલ લીધેલ છે.અને તે મુદામાલ લઇ આ ત્રણેય જણા અલંગમાં વેચવા માટે આવેલછે.અને હાલમા તેઓ અલંગ યાર્ડ થી સથરા ચોકડી ભારાપરા જવાના રસ્તા ના નાકે બાપા સીતા રામ મઢુલીની સામે ઉભા છે તેવી હકિકત મળતા (૧) પ્રવિણ ભાઇ ઉર્ફે નનુ ભાયાભાઇ દુલાભાઇ ચૌહાણ ઉ.વ.૨૮ રહે. જસપરા માંડવા તા.તળાજા  જી.ભાવનગર (૨) સંજય ભાઇ રમેશભાઇ બચુ ભાઇ દીહોરા ઉ.વ.૨૪ રહે. સોસીયા ગામ ખોડીયાર માતાના મંદીર સામે તા.તળાજા જી. ભાવનગર (૩) નિલેશ ભાઇ ભગતભાઇ ખાંટાભાઇ દીહોરા ઉ.વ.૨૩ રહે. સોસીયા યાર્ડ પ્લોટ નંબર. વી.૭ ની સામે મંદીરની પાછળ તા. તળાજા  જી.ભાવનગર વાળા પાસેથી કુલ વાલ નંગ.૧૮ વજન ૬૯ કીરૂ.૨૪,૧૫૦/- તથા વાયરના ગુચળા વજન ૨૩ કી.ગ્રા કિ.રૂ.૮૦૫૦/- બે મોબ ઇલ ની કી.રૂ.૧૪,૦૦૦/-ની કુલ કી.રૂ.૪૬,૨૦૦/-નો મુદામાલ મળી આવેલ જે બીલ આધાર પુરાવાઓ વગર ની મળી આવતા શકપડતી ગણી સી.આર.પી.સી કલમ ૧૦૨ મુજબ તપાસના કામે કબ્જે કરી ત્રણેય ઇસમોની પુછપરછ કરતા સદરહું મુદામાલ તેઓ એ સોસીયા શીપ યાર્ડ પ્લોટ નંબર વી.૭ મા ચોરી કરેલાનુ કબુલ કરેલ છે.જે બાબતે  અલંગ મરીન  પો.સ્ટેસ.ના ગુ.ર.ન-૩૭૭/૨૦૨૦ ઇ.પી.કો કલમ ૩૭૯,૫૧૧,૧૧૪ મુજબનો ગુન્હો  દાખલ થયેલ હોય આગળની કાર્યવાહી માટે અલંગ મરીન પોલીસ ઇન્સ. શ્રી. ને સોપી આપેલ છે. કામગરીમાં એલ.સી. બી.ના પોલીસ ઇન્સ. શ્રી. વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ.શ્રી. એન.જી. જાડેજા તથા હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા મહેન્દ્રભાઇ ચૈાહાણ પો.કો. અરવિંદભાઇ બારૈયા તથા રાજેન્દ્રસિંહ સરવૈયા તથા ડ્રા. પો.કો. બ્રિજરાજસિંહ ગોહિલ એ રીતેના સ્ટાફના માણસો જોડાયા હતા.

રિપોર્ટ બાય વિપુલ બારડ ભાવનગર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

આંતરરાષ્ટ્રિય દિવ્યાંગ દિવસે પ્રજ્ઞાચક્ષુઓએ ગાંધીનગરમાં મુખ્યમંત્રીની પ્રત્યક્ષ મુલાકાત લીધી

ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ગાંધીનગરમાં મુલાકાત…

1 of 374

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *