પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો. હર્ષદ પટેલ ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા,પો.સબ ઇન્સ. શ્રી પી.બી. જેબલીયા,એલ.સી.બી.ના પોલીસ કર્મચારીઓ તથા પો.સબ ઇન્સ. શ્રી કે.એમ.પટેલ પેરોલ ફર્લો સ્કવોડનાં પોલીસ કર્મચારીઓને ગુનેગારો ઉપર વોચ રાખવા તેમજ બનાવટી ચલણી નોટો તથા હથિયારને લગતાં કેસો શોધી આરોપીઓને ઝડપી લેવા સુચના આપેલ.
આજરોજ તા.૧૪/૦૯/૨૦૨૩નાં રોજ ભાવનગર,એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો ગારીયાધાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન અનિરૂધ્ધસિંહ ગોહિલ પો.હેડ કોન્સ.,એલ.સી.બી., ભાવનગરનાંઓને દેશી હાથ બનાવટની બંદુક અંગે મળેલ બાતમી આધારે ગારીયાધાર તાલુકાના ખોડવદરીથી મોરબા જવાના રસ્તે ખારા પાટામાંથી નીચે મુજબનાં ઇસમ નીચે મુજબની દેશી હાથ બનાવટની બંદુક સાથે મળી આવેલ. તેની પાસે લાયસન્સ કે કોઇ સક્ષમ અધિકારીનો પરવાનો નહિ હોવાથી દેશી હાથ બનાવટની બંદુક તપાસ અર્થે કબ્જે કરી આ બંદુક કયાંથી લાવેલ અને કોને આપવાની હતી તે બાબતે પુછતાં આ બંદુક પોતાના સસરા ભૈયલુભાઈ ડફેરે આપેલ હતુ અને તેઓ ગુજરી ગયેલ હોવાનું જણાવેલ. તેના વિરૂધ્ધ ગારીયાધાર પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એકટની કલમો હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.
પકડાયેલ ઇસમઃ-
ભરતભાઈ રાયધનભાઈ ચુડાસમા/આહીર ઉ.વ.૨૭ રહે.દસામાના મંદિર પાસે, નવાગઢ, જેતપુર, રાજકોટ ગ્રામ્ય
કબ્જે કરેલ મુદ્દામાલઃ-
ચાર ફુટ જેટલી લાંબી લાકડાનો હાથો તથા લોખંડની નાળવાળી દેશી બનાવટની બંદુક કિ.રૂ.૨,૦૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફઃ-
I/C પોલીસ ઇન્સ. શ્રી બી.એચ.શીંગરખીયા, શ્રી કે.એમ.પટેલ, પી.બી.જેબલીયા તથા પોલીસ કર્મચારી અનિરૂધ્ધસિંહ ગોહિલ,બીજલભાઇ કરમટીયા,શકિતસિંહ સરવૈયા, મજીદભાઇ શમા, પદુભા ગોહિલ