કોડીનાર મુનિસિપાલિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પોષણ મહિના અને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ અંતર્ગત કિશોરીઓ માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તથા શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળી દ્વ્રારા કાર્યક્રમ યોજાયો. જેમાં 257 વિધ્યાર્થિનીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો. જેમાં પોષણ અને આહાર નું મહત્વ તથા જુદા જુદા મીલેટ્સ નું પોષણ મૂલ્ય અને મૂલ્યવર્ધિત બનાવટો વિષે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ના વિષય નિષ્ણાત ડૉ.હંસાબેન ગામી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું.
ત્યારબાદ શ્રી સોરઠ મહિલા વિકાસ સહકારી મંડળીના કાર્યકર્તા બહેન શ્રીમતી ધર્મિસ્ઠાંબેન વાળા અને કુ. રીંકલબેન ચૌહાણ દ્વ્રારા કિશોરીઓના આરોગ્યમાં માસિક ધર્મ નું મહત્વ અને સોરઠ મંડળી દ્વ્રારા બનાવવામાં આવતા સૅનિટરી નેપ્કિન્સ વિષે સવિશેષ માહિતી આપવામાં આવી. આખાય કાર્યક્રમને સફળ બનાવવામાં શ્રીમતી કવિતાબેન દાહીમાં, ગર્લ્સ સ્કૂલ ના આચાર્ય અને સ્ટાફ ગણ નો સહકાર સાંપડ્યો હતો.