Latest

ગુજરાત વિધાનસભા સત્ર દરમ્યાન શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરીયાએ આપ્યું પ્રવચન

સંજીવ રાજપૂત, ગાંધીનગર: રાજ્ય સરકારે ઉચ્ચ શિક્ષણની ગુણાત્મક અને ઉદ્યોગ સંબંધિત જોગવાઈ માટે તથા કાયદાની જોગવાઇઓ અનુસાર તેમની કામગીરીનું અસરકારક નિયમન થાય તે માટે રાજ્યમાં પ્રાઇવેટ યુનિવર્સિટીઓ સ્થાપવાની જોગવાઇ કરવા માટે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ, 2009 અમલમાં મૂક્યો છે.

રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધારણાની સતત પ્રક્રિયાને સરળ બનાવવા માટે રાજ્ય સરકાર હંમેશા પ્રતિબદ્ધ રહી છે.

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ(NEP) 2020એ શિક્ષણના તમામ તબક્કે અસરકારક ગુણવત્તાયુક્ત સ્વ-નિયમન અથવા માન્યતા પ્રણાલીની ભલામણ કરે છે, જેથી આવશ્યક ગુણવત્તાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરી શકાય. યોગ્ય એક્રેડીટેશન સાથે, રીસર્ચ-ઇન્ટેન્સીવ અથવા ટીચિંગ-ઇન્ટેન્સીવ સંસ્થાઓમાં વિકસિત થઈ શકે, જે ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (એચઈઆઈ)ની પ્રતિષ્ઠા વધારવામાં મદદ કરશે

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (મેન્ડેટરી એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન ઓફ હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટીટયુશન્સ) રેગ્યુલેશન્સ, 2012 એ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ (એચઈઆઈ) માટે એસેસમેન્ટ અને એક્રેડીટેશન જરૂરી બનાવ્યું છે. જેથી તમામ યુનિવર્સિટીઓ ઉચ્ચ ધોરણો સાથે ચાલે તે સુનિશ્ચિત કરી શકાય.

તત્સમયની જરૂરિયાત મુજબ વર્ષ ર૦ર૧ દરમ્યાન ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ, 2009 માં “નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)”ની માન્યતા પ્રાપ્ત કરવા અંગેની સમયમર્યાદાની જોગવાઈને રદ કરવામાં આવેલ હતી. જેના કારણે ગુજરાત રાજ્યની ઘણી ખાનગી યુનિવર્સિટી/કૉલેજોમાં નેકની માન્યતા મેળવવામાં ઘટાડો થયેલ છે.

આ વિધેયકમાં સુચવાયેલ મુખ્ય સુધારાઓ જેમાં..
ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એક્ટ, 2009 મૂળ અધિનિયમના સેક્શન-૩૪માં યુનિવર્સિટીની સ્થાપનાના પાંચ વર્ષની અંદર “નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC)” ની માન્યતા મેળવી લેવાની રહેશે અને રહેશે ‘‘ફરમાવવામાં આવે તે પ્રમાણે’’ ની જગ્યાએ ‘‘વખતોવખત’’ સદર માન્યતાને તાજી કરવાની રહેશે. વધુમાં, યુનિવર્સિટીઓ દ્વારા નામમાં સુધારો કરવાની રજૂઆત કરવામાં આવતાં નીચેની વિગતે મુખ્ય અધિનિયમમાં, અનુસૂચિમાં

(૧) અનુક્રમાંક-પ  પરની નોંધમાં, “ઓરો યુનિવર્સિટી ઓફ હોસ્પિટાલિટી એન્ડ મેનેજમેન્ટ, સુરત” એ શબ્દોને બદલે, “ઓરો યુનિવર્સિટી, સુરત” મુજબનો સુધારો

(૨) અનુક્રમાંક-૨૨ પરની નોંધમાં, “Swaranim (સ્વર્ણિમ) સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી” એ શબ્દોને બદલે, “Swarrnim (સ્વર્ણિમ) સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી” મુજબનો સુધારો કરીએ.

આમ, ઉપરોક્ત વિધેયક ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ,૨૦૨૩ દ્વારા નિશ્રિત ઉદ્દેશો પ્રાપ્ત કરવા માટે કાયદામાં જરૂરી સુધારા સૂચવે છે. આ સુધારાનો અમલ કરીને ઉચ્ચ શિક્ષણની ગુણાત્મક અને ઉદ્યોગ સંબંધિત જોગવાઈ અંગે અને કાયદાની જોગવાઇઓ અનુસાર તેમની કામગીરીનું  યોગ્ય નિયમન થઇ શકશે.

ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ બીલ, ૨૦૨૩ના અમલ દ્વારા તમામ પ્રાઇવેટ યુનિવર્સિટીના મૂળભૂત શૈક્ષણિક લક્ષ્યાંકો સિદ્ધ કરવા તથા આજના વિકસતા અર્થતંત્ર સાથે કદમ મિલાવી સફળતાના શિખર સર કરશે. આ જ દ્રઢ નિશ્ચય સાથે તમામ સાથી સભ્યોને આ વિધેયકને સમર્થન આપવા વિનંતી કરું છું.

માન. મુખ્ય દંડકશ્રી દ્વારા કલમ-રની પેટા કલમ(૧)માં ‘‘તેની સ્થાપનાના પાંચ વર્ષની અંદર’’ એ શબ્દોને બદલે ‘‘તે પાત્ર બને તે તારીખથી બે વર્ષની અંદર’’ એ શબ્દ મુકવા અંગેનો સુધારો રજૂ કરેલ છે. જેને હું સમર્થન આપું છું.

નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ (NAAC)માન્યતા અંગેની હાલની જોગવાઇ મુજબ પાત્રતા (એલીજીબીલીટી)ના ધોરણો આ મુજબ છે.

¤ શૈક્ષણિક સંસ્થામાંથી વિદ્યાર્થીઓની ૦ર (બે) બેચ સ્નાતક થાય અથવા સંસ્થાને ૦૬-વર્ષ પુરા થાય તે પૈકી જે વહેલું હોય તે….

નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ (NAAC) તરફથી હાલ ઉપર મુજબના પાત્રતાના ધોરણો નિયત થયેલ છે. જો નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ (NAAC) દ્વારા સદર પાત્રતાના ધોરણોમાં સુધારો કરવામાં આવે તો વારંવાર આપણા ખાનગી યુનિવર્સિટી અધિનિયમ અંતર્ગત સુધારો ન કરવો પડે તે માટે ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ એકટ, ૨૦૦૯ના સુધારા કાયદા ગુજરાત પ્રાઇવેટ યુનિવર્સિટીઝ (સેકન્ડ એમેન્ડમેન્ટ) એક્ટ, 2023 અંતર્ગત પ્રિન્સિપલ એક્ટના સેક્શન-૩૪માં ખાનગી યુનિવર્સિટીઓ પાત્ર બને તે તારીખથી બે વર્ષની અંદર નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલ (NAAC) તરફથી માન્યતા મેળવી લેવા અંગેનો સુધારો કરવા માટેના માન. દંડકશ્રી દ્વારા સુચવવામાં આવેલ સુધારાને હું સમર્થન આપું છું.
આભાર.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્યના દૂર-દરાજના અંતરિયાળ ગામો સુધી એફોર્ડેબલ અને હાઈક્વોલિટી મોબાઈલ એન્ડ ડિજિટલ સર્વિસ મળતી થશે

ગાંધીનગર, સંજીવ રાજપૂત: ગુજરાતમાં વધુને વધુ અંતરિયાળ વિસ્તારના ગામોને વડાપ્રધાન…

1 of 556

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *