રાકેશ શર્મા,અંબાજી: આગામી તા.૨૩/૦૯/૨૦૨૩ થી તા.૨૯/૦૯/૨૦૨૩ દરમ્યાન અંબાજી મુકામે ભાદરવી પૂનમ મહામેળા નિમિત્તે મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે. આ સમય દરતથા સમગ્ર જિલ્લામાંથી પગપાળા યાત્રાળુઓ અને સંઘો આવતા હોય છે. મેળા દરમ્યાન મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અંબાજી મુકામે આવતા હોય છે. તથા સમગ્ર જિલ્લામાંથી પગપાળા યાત્રાળુઓ અને સંઘો આવતા હોય છે. આ સમયગાળા દરમ્યાન ભાવિક ભક્તોને અડચણ ઉભી ન થાય તેમજ અંબાજી ટાઉનમાં મેળા દરમ્યાન સંપૂર્ણ વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અંબાજી ટાઉનમાંથી પસાર થતાં વાહનોને ડાયવર્ઝન આપવા વાહનોની અવર-જવર અન્ય રસ્તેથી કરવાનું જરૂરી જણાય છે.
વરૂણકુમાર બરનવાલ (IAS) જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી, બનાસકાંઠા, પાલનપુરને ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૩૩ (૧) ના ખંડ(સી) અન્વયે મળેલ સત્તાની રૂએ ફરમાવવામાં આવે છે કે, (૧) રાજસ્થાન આબુરોડ તરફથી વાયા અંબાજી થઇ હિંમતનગર થઇ અમદાવાદ જતાં વાહનોએ આબુરોડ, સ્વરૂપગંજ, રોહિડા, માંડવા, હડાદ, પોશીના ત્રણ રસ્તા થઇ હિંમતનગર થઇ અમદાવાદ જવાનું રહેશે. તેવી જ રીતે અમદાવાદ થઇ હિંમતનગર થઇ અંબાજી થઇ આબુરોડ રાજસ્થાન તરફ જતા વાહનોએ અમદાવાદ થઇ હિંમતનગર થઇ પોશીના, હડાદ, માંડવા, રોહિડા, સ્વરૂપગંજ થઇ આબુરોડ તરફ જવાનું રહેશે. (૨) પાલનપુર થઇ દાંતા અંબાજી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જતા વાહનોએ પાલનપુર થઇ દાંતા થઇ સનાલી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જવાનું રહેશે. તેવી જ રીતે હિંમતનગર- હડાદ- અંબાજી-દાંતા તરફ આવતા વાહનોએ હિંમતનગર- હડાદ- સનાલી- દાંતા તરફ જવાનું રહેશે. (૩) પાલનપુર કે આબુરોડ થઇ બાલારામ થઇ વિરમપુર થઇ ગબ્બર થઇ અંબાજી થઇ હડાદ થઇ હિંમતનગર તરફ જતા વાહનોએ પાલનપુર થઇ દાંતા થઇ હિંમતનગર તરફ જવાનું રહેશે.
તેવી જ રીતે હિંમતનગર- હડાદ- અંબાજી- ગબ્બર- વિરમપુર- બાલારામ- પાલનપુર તરફ જતા વાહનોએ હિંમતનગર- હડાદ- દાંતા- પાલનપુર- આબુરોડ તરફ જવાનું રહેશે. આ પ્રતિબંધ તા.૨૩/૦૯/૨૦૨૩ થી તા.૨૯/૦૯/૨૦૨૩ સુધી (બંને દિવસો સહીત) અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ ૧૩૧ હેઠળ સજાને પાત્ર થશે.