સંજીવ રાજપૂત, મહેસાણા: ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ‘રાષ્ટ્રીય પોષણ માહ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. સહિ પોષણ દેશ-રોશન” ધ્યેયને ચરીતાર્થ કરવા “પોષણ માસ-૨૦૨૩ “ અંતર્ગત મહેસાણા જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં પણ વિવિધ થીમ મુજબ વિવિધ ઉજવણી કરવામાં આવી રહી છે .
પોષણ માહ અંતર્ગત વડનગર આંગણવાડી કેન્દ્રોમાં મેંહદી સ્પર્ધા તેમજ સામુહિક રીતે “પોષણ ભી પઢાઇ ભી” થીમ મુજબ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી.
પોષણ માસ અંતર્ગત વિસનગર ઘટક મા ભાલક કેન્દ્ર મા માટીના રમકડાં બનાવ્યા હતા સગર્ભા ધાત્રી ને માતુશક્તિ ના પેકેટ ની સમજ આપવામાં આવી અને આજની થીમ પ્રમાણે હેન્ડવોશની પ્રવુતિ કરાવવા મા આવી જેમાં સીડીપીઓ , એમએસ બેન એનએનએમ અને પીએસઇ બહેનો હાજર રહ્યા હતા.
ઘટક ખેરાલુમાં મહિયલ આં. વાડી કેન્દ્રમાં પોષણ માસ દરમિયાન હેન્ડ વોશ દિવસ ની ઉજવણી કરવામાં આવી તેમજ લાભાર્થીઓને પોષણનુ મહત્વ ની સમજ આપવામાં આવી. પોષણ માહ અંતર્ગત વડનગર આંગણવાડી કેન્દ્રોમાં મેંહદી સ્પર્ધા તેમજ સામુહિક રીતે “પોષણ ભી પઢાઇ ભી” થીમ મુજબ વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી…….