ભાવનગર રેન્જના આઇ.જી.પી શ્રી ગૌતમ પરમાર તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધીક્ષક શ્રી ડો.હર્ષદ પટેલ તથા મહુવા ડિવીઝન ના નાયબ પોલીસ અધીક્ષક શ્રી જે.એચ.સરવૈયા ની સુચના મુજબ અલંગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી/જુગારની પ્રવૃતિઓ નેસ્તનાબુદ કરવા સુચના કરેલ હોય.
જે અંગે અલંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પો.ઇન્સ. એચ.એસ.તિવારી તથા હેડ કોન્સ. રાજપાલસિહ ગોહિલ તથા પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન માંડવા ગામની નવી પ્રાથમિક શાળા પાસે મેલડી માતાના મંદિરની ખુલ્લી જગ્યામાં લાઇટના અંજવાળે જાહેરમાં અમુક ઇસમો ભેગા થઇ પૈસા પાના વતી તીનપત્તીનો હારજીતનો જુગાર રમતા હોવાની બાતમી આધારે રેઇડ કરતા નીચે મુજબના માણસો ગંજીપત્તાના પાના પૈસાથી તીનપત્તીનો જુગાર રમતા ગંજીપત્તાના પાના નંગ ૫૨ કિ.રૂ.૦૦/૦૦ તથા રોકડ રૂપિયા ૧૦૫૫૦/- સાથે ચાર ઇસમોને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ
(૧) રાકેશભાઇ મુન્નાભાઇ મેર, ઉ.વ.૨૧, રહે. માંડવા, તા.તળાજા, જિ.ભાવનગર
(૨) મુન્નાભાઇ સતારભાઇ આગરીયા, ઉ.વ.૩૦, રહે. જસપરા, તા.તળાજા, જિ.ભાવનગર
(૩) વિપુલભાઇ વિઠ્ઠલભાઇ ડાભી, ઉ.વ.૩૦, રહે. માંડવા, તા.તળાજા, જિ.ભાવનગર
(૪) દિનેશભાઇ રાણાભાઇ જાંબુચા, ઉ.વ.૩૫, રહે. માંડવા, તા.તળાજા, જિ.ભાવનગર
કબ્જે કરેલ મુદ્દામાલ
રોકડા રૂપિયા – ૧૦૫૫૦/- તથા ગંજીપત્તાના પાના નંગ ૫૨
કામગીરી કરનાર ટીમ-
ઇન્ચાર્જ પો.ઇન્સ.એચ.એસ.તિવારી સાહેબ, હેડ કોન્સ રાજપાલસિહ ગોહિલ, પૃથ્વીરાજસિંહ રાયજાદા તથા પો.કોન્સ. કિશોરભાઇ કંટારીયા, યોગરાજસિંહ ગોહિલ, ઇન્દ્રજીતસિંહ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, સુરેન્દ્રસિંહ સરવૈયા, ઘનશ્યામસિંહ ગોહિલ વિગેરે પોલીસ સ્ટાફના માણસોએ કામગીરી કરેલ છે.