સમગ્ર ગીર સોમનાથમાં ‘મેરી માટી મેરા દેશ’ અભિયાનને પ્રચંડ જનસમર્થન મળ્યા બાદ આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે ત્યારે ગીર સોમનાથ જિલ્લામાં તા.16થી તા.29 દરમિયાન અમૃત કળશ યાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લાના ઉના તાલુકાના વાંસોજ ગામ ખાતે તા.૨૧/૦૯/૨૦૨૩ ના રોજ વાંસોજ ગ્રામ પંચાયત દ્વારા કળશ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેના કોર્ડ એલજીડી 515358 તા.ઉના જી.ગીર સોમનાથ ગામ વાંસોજ આ યાત્રા પ્રસંગે જીલ્લા પંચાયત નાં પૂર્વ પ્રમુખ શ્રી હરીભાઈ સોલંકી તેમજ ઉના તાલુકા પંચાયતનાં કારોબારી ચેરમેન મોહનભાઈ વાજા,
વાંસોજ ગ્રામ પંચાયત નાં સરપંચ શ્રી ગંગાબેન વાજા,એસએમસી. ના પૂર્વ અધ્યક વાળા નરેશભાઈ,એસએમસી તમામ સભ્યો,તલાટી કમ મંત્રી એમ.વી. પરમાર સાહેબ, વાંસોજ પ્રા. શાળા ના આચાર્ય તેમજ સ્ટાફ ગણ,ઉના તાલુકા વિસ્તરણ અધિકારશ્રી એમ.ઓ. સંગાલા, વાંસોજ આરોગ્ય વિભાગ સીએસઓ.પૂજાબેન, પાયલબેન લાખણોત્રા, એમ.પી.એસ.ડબલ્યુ ઘનશ્યામભાઈ બારૈયા તેમજ આશા વર્કરના બહેનો, વાંસોજ ગ્રામ પંચાયત તમામ સભ્યો શ્રી , વાંસોજ ગ્રામ પંચાયત નાં પૂર્વ સરપંચ રામભાઇ ,સોલંકી ચીનાભાઈ, જગદીશભાઈ વાળાએ આ કાર્યક્રમ માં ઉત્સાહ ભેર હાજરી આપી હતી.
રિપોર્ટ આહીર કાળુભાઇ દીવ