શક્તિ ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર દેશના 51 શક્તિપીઠ પૈકી આધ્ય શક્તિપીઠ તરીકે ઓળખાય છે.
અંબાજી ખાતે હાલમાં ભાદરવી પૂનમનો મહામેળો ચાલી રહ્યો છે ત્યારે અંબાજી મહામેળામાં રોજના લાખો ભક્તો માતાજીનાં દર્શન કરવા આવી રહ્યા છે, ત્યારે અંબાજી 51 શકિતપીઠ સર્કલ પર આવેલો એનાઉન્સમેન્ટ પોઇન્ટ યાત્રિકો માટે ખૂબ મદદગાર સાબીત થઇ રહ્યો છે.
હાલમાં ચાલતા મા અંબાજીના મહામેળામાં લાખો ની સંખ્યામાં માનાં ભક્તો દેશનાં ખૂણે ખૂણે થી માં નાં દર્શને આવે છે અને આટલી વિશાળ માનવ મહેરામણમાં આવતા માઈ ભક્તો ક્યારેક સંજોગોવસાત પોતાના સ્વજનોથી વિખૂટા પડી જવા પામે છે .
આવા વિખૂટા પડેલા સ્વજનોને પોતાના પરિવાર પાસે પહોચાડવા અથવા તેમનો ભેટો કરાવવા માન. જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વહીવટી તંત્ર સાથે હર હંમેશ ની જેમ પ્રાથમિક શિક્ષક મિત્રો પણ રાત દિવસ આ ભગીરથ કાર્ય માં કાર્યરત રહીને વિખૂટા પડેલા સ્વજનો માટે આશીર્વાદ સમાન સતત એનાઉન્સમેન્ટ થકી માહિતી પૂરી પાડી રહેલ છે.
જેમાં વહીવટી સૂચનાઓ, મેળામાં રાખવાની સાવધાનીઓ, સ્વચ્છતા વગેરે બાબત ખૂબ સુંદર એનાઉન્સમેન્ટ થકી માં ની સેવા માં જોડાયા છે આજે તા – ૨૬.૯.૨૩ નાં રોજ અંબાજી પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા કેરોલીન બેન દ્વારા સુંદર અને સ્પષ્ટ આયોજન થકી સતત કાર્યશીલ રહેવા બદલ એનાઉન્સમેન્ટ કરાવવા આવતા દર્શનાર્થીઓ અને વહીવટી તંત્ર દ્વારા પણ ખૂબ પોઝિટીવ નોંધ લઈ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ધન્ય છે તમામ શિક્ષક મિત્રો જે સમાજ નો પાયો ઘડે છે અને વહીવટ તંત્રના તમામ ભગીરથ કર્યો માં ખભે થી ખભો મિલાવી ને પોતાની આગવી શૈલી અને વિશિષ્ટ પ્રતિભાનું પ્રદર્શન કરી ઉમદા સમાજ સેવામા હમેશા અવ્વલ રહે છે
અંબાજી પ્રહલાદ પૂજારી