બાલાસિનોર, સંજય ઝાલા: ગણેશ વિસર્જન અને ઈદ એ મિલાદ પર્વ નિમિત્તે બાલાસિનોર પો.સ્ટે.ખાતે શાંતિ સમિતિની બેઠક યોજાઈ. બાલાસિનોર ખાતે આગામી 28 સપ્ટેમ્બરના દિવસે ગણપતિ વિસર્જન અને ઈદ એ મિલાદ આમ બંને ધર્મના તહેવાર એક સાથે આવતા હોવાથી મહીસાગર પોલીસ વડા જયદીપસિંહ જાડેજા અધ્યક્ષતામાં બાલાસિનોર પોલીસ પોલીસ મથકના પટાંગણમાં શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ મુસ્લિમ આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, ડીજેનાં સંચાલકો અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતા.
ત્યારબાદ જિલ્લા વડા જયદીપસિહ જાડેજા, ડી વાય એસ પી ચાવડા, બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ના પીઆઇ આર. ડી.ભરવાડ, બાલાસિનોર રૂલર પોલીસ સ્ટેશન ના પીઆઇ મુકેશભાઈ ભગોરા,પી એસ આઈ સી.કે સિસોદીયા, મહિસાગર જિલ્લા એસ ઓ જી ટીમ તેમજ બાલાસિનોર ટાઉન નો સ્ટાફ સાથે રૂટ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
આજે સવારે ૭ વાગ્યા ઈદે મિલાદનું જુલૂસ બજાર માં રહીને નીકળશે ૧૧ વાગે પૂરું કરવામાં આવશે. ત્યારબાદ ગણેશજીની પ્રતિમાઓનું વિસર્જન કરવામાં આવશે. જ્યારે બંને ધર્મના તહેવાર શાંતિપૂર્ણ ઉજવાય તે દિશામાં પ્રયાસો કરવા પોલીસ વિભાગે ખાસ સૂચના આપી હતી. કોઈ અનિચ્છિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવી આવ્યો છે.
મહિસાગર જિલ્લા વડા જયદિપસિંહ જાડેજાના જન્મ દિવસ નિમત્તે બાલાસિનોર ટાઉન પોલીસ સ્ટેશન ખાતે જન્મ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી જેમાં બાલાસિનોર ટાઉન સ્ટાફ તેમજ રૂલર સ્ટાફ,પત્રકારો તેમજ સામજિક આગેવાનો દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.