મોણપર ગામે ભાદરવા સુદ ચોથ એટલે ગણપતિ ઉત્સવ માં ગામ ના ધોળિયા કૂવા ચોક માં ગણપતિ દાદા ની સ્થાપના કરવા માં આવી હતી જેમાં દસ દિવસ રાત્રે મિત્ર મંડળ દ્વારા રાસ ગરબા તેમજ રાસ ગરબા પૂર્ણ થયા બાદ દરરોજ નાસ્તા નું સરસ મજા નું આયોજન કરેલ તેમજ પરંપરાગત ચાલ્યો આવતો ગણપતિ ઉત્સવ ની ઉજવણી કરવા માં આવી હતી
જ્યારે ગણપતિ ઉત્સવ નાં અગિયાર માં દિવસે ગણપતિ દાદા ની મૂર્તિ નું વિસર્જન હોઈ જ્યારે મોણપર ગામ માં ડીજે સાથે શોભાયાત્રા કાઢવા માં આવી હતી ત્યારે ગામ ના યાદે હુસૈન (અ.સ) કમેટી દ્વારા કોમી એકતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું જેમાં ગણપતિ દાદા ને ફૂલહાર પેરાવી કોમી એકતા ઉદાહરણ પૂરું પાડતા પ્રમુખ આરીફભાઈ રવજાણી.અલીભાઈ રવજાણી . મુસ્તાકભાઈ રવજાણી ઉસ્માનભાઈ જેઠવા.જુનેદભાઈ સેલોત. કેશુભાઈ ગોહિલ ભગાભાઇ ગોહિલ તેમજ પત્રકાર મુકેશભાઈ વાઘેલા તેમજ મંડળ ના સભ્યો હાજર રહ્યા હતા