મહેસાણા જિલ્લાના જિલ્લા આરોગ્ય અધિકારી ડો.કાપડિયા સાહેબ ની સૂચના હેઠળ જિલ્લા SBCC પોગ્રામ ના નિલેશભાઈ અને તાલુકા આરોગ્ય અધિકારી ડો.અલકેશ શાહ ની દેખરેખ હેઠળ આયુષ્માન ભવ: અંતર્ગત 17 સપ્ટેમબર થી લોન્ચ કરવામાં આવ્યો હતો એ અંતર્ગત PMJAY કાર્ડ અને આભાકાર્ડ તેમજ NCd કેમ્પ ની કામગીરી કરવામાં આવી રહી છે.
આ યોજના હેઠળ આરોગ્ય અને સુખાકારી કેન્દ્રોએ ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ સેવાઓ માટેના મિશનમાં એક સીમાચિહ્ન પાર કર્યું છે,એ અંતર્ગત ડભોડા મેડિકલ ઓફિસર ડો.શ્રધ્ધાબેન ચૌહાણ ના માર્ગદર્શન હેઠળ આજે ડભોડા ખાતે આભાકાર્ડ અને PMJAY કાર્ડ બનાવાની અને લોકજાગૃતિ માટે લોકોને સમજાવી રહ્યા છે.
આયુષ્માન ભારત યોજના હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા વધુ લોકો કાર્ડ કઢાવે એ માટે જૂથચર્ચા કરી રહ્યા છે .આરોગ્ય કર્મચારી નિધિબેન,નિકિતાબેન,ગૌતમભાઈ અને આરોગ્ય કર્મચારી પ્રજ્ઞેશ પટેલ અને સુપરવાઈઝર જાલા કેશરીસિંહ હાજર રહ્યા હતા. આ પોગ્રામ માં અંદાજે 500 આભાકાર્ડ અને 55 જેવા આયુષમાનકાર્ડ બનાવી લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યા હતા.