Latest

અંબાજી મેળામાં કલેક્ટરના માર્ગદર્શનથી 25 હજારથી વધુ બાળકોને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા

અંબાજી, સંજીવ રાજપૂત: અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બાળકોની સુરક્ષા અને સલામતી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. તા.23 સપ્ટેમ્બર થી પ્રારંભ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મહામેળામાં પગપાળા આવનાર યાત્રાળુઓ સાથે મોટી સંખ્યામાં નાના બાળકો પણ આવે છે.

આ નાના બાળકો મેળા દરમ્યાન તેમના પરિવારથી વિખુટા પડે અથવા ગુમ થવાના કિસ્સામાં તેમના પરિવાર સાથે બાળકોનું મિલન કરાવવા જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠા દ્વારા બાળ સહાયતા કેન્દ્ર ચાલુ છે.

આ બાળ સહાયતા કેન્દ્રો પરથી 25000 થી પણ વધુ બાળકોને તેમના નામ, સરનામાં, ઇમર્જન્સી મોબાઈલ નંબર લખીને આઈકાર્ડ પહેરાવવામા આવ્યા હતા.જેની મદદથી બાળકો ગુમ થયાના કિસ્સામાં વાલી વારસાની ઝડપથી શોધ કરી શકાય છે.

જિલ્લા બાળ સહાયતા કેન્દ્ર દ્વારા આ મેળા દરમ્યાન 380 જેટલાં બાળકોને તેમના વાલી વારસાથી મિલન કરાવી શકાયું છે. જ્યાં સુધી આ બાળકોના વાલી વારસો મળી ના આવે ત્યાં સુધી આ બાળકોને બાળ સુરક્ષા કેન્દ્ર પર જિલ્લા બાળ સુરક્ષા એકમનો સ્ટાફ અને સંકલિત બાળ વિકાસ વિભાગની આંગણવાડી બહેનો પોતાના બાળકની જેમ બાળકોની કાળજી રાખતા હતા.

બાળકોને નાસ્તો કરાવવો, રમકડાંથી રમાડવા, નાના બાળકોને ઘોડિયામા સુવાડવા, બાળકોને કાઉન્સિલીગ સેવા પુરી પાડી માતા/પિતાથી વિખુટા પડ્યાના ટ્રોમાંથી દૂર રાખવા, બાળકો સાથે રમતો રમવી જેવી પ્રવુતિ કરવામાં આવતી.

અંબાજી મુખ્ય કંટ્રોલ પોઇન્ટ ખાતે આવેલ બાળ સહાયતા કેન્દ્રમા બનાવેલ ચાઈલ્ડ ફ્રેન્કલી ગેલેરી/ ફીડિંગ- ધોડિયા ઘરનો મેળામાં 6000 થી પણ વધુ બાળકોએ લાભ લીધો છે. આ બાળ સહાયતા કેન્દ્રો પર સગર્ભા મહિલાઓની પણ વિશેષ કાળજી લેવામાં આવી છે અને કિશોરીઓ માટે સેનેટરી પેડની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

બાળ સહાયતા કેન્દ્રની 0 થી 18 વર્ષના બાળકો માટેની આવી સેવાઓથી યાત્રાળુઓ બહુ જ પ્રભાવિત થઈ અંતઃકરણથી જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા બાળ સુરક્ષા એકમ બનાસકાંઠાના તમામ અધિકારી અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો

કાળજી અને રક્ષણની જરૂરિયાત વાળા બાળકોના કિસ્સામાં જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ વિભાગ,ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર-૧૦૯૮ સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડો. આશિષ જોષીએ જણાવ્યું છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 551

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *